Abtak Media Google News

પહેલગામ જિલ્લો બરફની ચાદરથી ઢકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

ધરતી પરના સ્વર્ગ એવા જમ્મુ-કાશ્મીરમાં આ સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. જેમાં પહેલગામ જિલ્લો પૂરો બરફથી ઢંકાઈ જતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

હવામાન વિભાગના નાયબ નિયામક ડો. મુખ્તાર અહમદે શનિવારે જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં મેદાનોમાં હળવો અને ભારે બરફવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગાહી મુજબ શુક્રવાર સાંજથી રવિવાર બપોર સુધી હવા પશ્ચિમી જમ્મુ અને કાશ્મીરને અસર કરશે, જ્યારે મુખ્ય અસર શનિવારે રહેશે.

જમ્મુ -કાશ્મીરનું પહેલગામ બરફથી ઢંકાયેલું છે. અહીં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષની પ્રથમ હિમવર્ષા થતા સહેલાણીઓમાં પણ ખુશી પ્રસરી રહી છે. હિમવર્ષા બાદ શહેરમાં અને ગામડાઓમાં જાણે કુદરતે બરફની ચાદર પાથરી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.