Abtak Media Google News

જન આરોગ્ય શિક્ષણ સંસ્થામાં ઓનલાઈન ફોર્મ ભરી આપશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ આરટીઈ ઓનલાઈન ફોર્મ ભરવું તેનું વિનામુલ્ય માર્ગદર્શન જન આરોગ્ય શિક્ષણ સંસ્થાનના ચેરમેન ડો.પ્રકાશકુમાર દ્વારા આપવામાં આવશે.આરટીઈ એકટ પ્રમાણે દરેક સમાજના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળે છે. આરટીઈ એકટ પ્રમાણે દરેક ખાનગી શાળામાં ૨૫ % મફત પ્રવેશ મળે છે. ધોરણ ૧ થી ધો.૮ સુધી વિનામુલ્યે કોઈપણ જાતના ખર્ચ વગર મફત પ્રવેશ મળે છે, આરટીઈ એકટ પ્રમાણે ૧૦ પસંદગીની શાળામાં ૬ કિ.મી.ના એરીયામાં મફત પ્રવેશ મળે છે. આરટીઈ એકટના નિયમ પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં સીબીએસઈમાં પાંચ વર્ષ પુરા થયેથી પ્રવેશ મળે છે તે ઉપરાંત સંસ્થા દ્વારા બાળકોના મફત શિક્ષણના અધિકારની રક્ષાની કામગીરી કરે છે.

Advertisement

જેમાં બાળકોના વાલીઓનો સંપર્ક કરવો, બાળકો અંગેના શિક્ષણની જાણકારી આપવી, ગરીબ પછાત એરીયાના બાળકોને વધુમાં વધુ મફત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવા તથા રાઈટ ટુ એજયુકેશનના ફોર્મ તા.૫ એપ્રિલથી તા.૧૫ એપ્રિલ સુધી ઓનલાઈન ભરાશે. તેમાં જન્મ તારીખના દાખલાના આધારે હજારો બાળકો મફત શિક્ષણનો લાભ મળશે.ઉપરોકત માર્ગદર્શન માટે સંસ્થાનના ચેરમેન ડો.પ્રકાશ ચાવડા તથા વાઈસ ચેરમેન નવલદાન ગઢવી, મંત્રી ડો.વિજય ડી.ભટ્ટી, સહમંત્રી એડવોકેટ ભરત વાળા વગેરે સહયોગ આપશે.આરટીઈ એકટના મફત શિક્ષણ માટે જન આરોગ્ય શિક્ષણ સંસ્થાન, ૯-વિજય નગર સોસાયટી, ભાવનગર રોડ, નવા થોરાળા રાજકોટનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.