Abtak Media Google News

પત્ની-પતિ વચ્ચે સમાધાન ન થતા પતિના ભાઇ અને સાગરીતે ફાયરિંગ કરી ઢીમઢાળી દીધું

ભાવનગરના ચાવડી ગેઇટ પાસેના રસ્તા પર ચામુંડા ફેબ્રીકેશન નજીક મુસ્લિમ યુવાન પર બે શખ્સોએ સરા જાહેર ફાયરિંગ કરી હત્યા કરતા સરા જાહેર થયેલી હત્યાથી નાસભાગ મચી ગઇ હતી.

હત્યા પાછળ પતિ-પત્ની વચ્ચે ચાલતા ભરણ પોષણના કેસ કારણભૂત હોવાનું બહાર આવતા પોલીસે હત્યા કરી ફરાર બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીમાં રહેતા અબ્દુલ વ્હાબ શેખ એક્ટિવા લઇને ચાવડી ગેઇટ નજીક રહેતા સસરાના ઘરે જમવા જઇ રહ્યો હતો ત્યારે ચામુંડા ફેબ્રીકેશન પાસે તૌસિફ ઉર્ફે જીંગ દિલાવર કુરેશી અને મુસ્તુફા ગફાર ઘોઘારી નામના શખ્સોએ ફાયરિંગ કરી હત્યા કર્યાની વસીમ ફકીર મહંમદ શેખે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રફીક ગફાર ઘોઘારીને તેની પત્ની બીનીશ વચ્ચે મનદુ:ખ થતા તેણી પિયર રિસામણે આવી ભરણ પોષણ મેળવવા કોર્ટમાં કેસ કરતા અદાલતે ચડત ભરણ પોષણ વસુલ કરવા

વોરન્ટ ઇસ્યુ કરતા બંને પરિવાર વચ્ચે સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ સમાધાન ન થતા રફીક ઘોઘારીનો ભાઇ મુસ્તુફા ગફાર ઉશ્કેરાયો હતો

અને પોતાના સાગરીત તૌસિફ કુરેશ સાથે બીનીશની ભાઇ અબ્દુલ વહાબ શેખ પર ફાયરિંગ કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

નિલમબાગ પોલીસ મથકના પી.આઇ. જે.જે.રબારી સહિતના સ્ટાફે બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.