Abtak Media Google News

રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડ ની જાહેરાત

રિલાયન્સ ફાઉન્ડેશન સેન્ટર ફોર ટીચર્સ એક્રેડિટેશન સાથે અનેક વર્ષોના સહયોગનો કરાર કર્યો છે.  CENTA  પ્રાઇવેટ ટીચર સર્ટિફીકેશન એન્ટરપ્રાઇઝ છે. ભારત અને ભારતની બહાર તે ઝડપથી વિસ્તરણ કરી રહી છે. તે કારકીર્દી તકોના સર્જન અને શિક્ષણનું સ્તર વધારવાનું કામ કરે છે.આ સહયોગના ભાગરુપે રિલાયન્સ ફાઉન્ડેશન  CENTA ટીચીંગ પ્રોફેનલ્સ ઓલિમ્પિયાડ તેની ચોથી આવૃતિ ૮ ડીસેમ્બરને શનિવારના રોજ યોજાશે.

ભારતના ૪૬ શહેરો ઉ૫રાંત દુબઇ અને અબુધાબીમાં તેનું આયોજન કરવામાં આવશે. ટીપીઓ ૨૦૧૮માં ર૧ વિષયનો ટ્રેક ઉપલબ્ધ હશે. તેમાં પ્રાથમીકથી લઇને માઘ્યમિક અને ઉચ્ચ માઘ્યમિક સુધીના વિષયો હશે તેમાં માઘ્યમિક સ્કુલ, ઉચ્ચ માઘ્યમિક સ્કુલ અને ઉચ્ચતર માઘ્યમિક સ્કુલના વિષયો અંગ્રેજી માઘ્યમમાં હશે. જયારે પ્રાઇમરી સ્કુલ એટલે કે પ્રાથમીક શાળાનો ટ્રેક અંગ્રેજી, હિન્દી, કન્નડ, મરાઠી, તમીલ અને માઘ્યમમાં ઉપલબ્ધ હશે.

રિલાયન્સ જુથ શિક્ષણ ક્ષેત્રમાં અનેક વિધ પહેલ કરી રહ્યું છે. તેમાં એડ-ટેક પ્લેટફોર્મ જિઓ ઇમ્બાઇલ, ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ, રિલાયન્સ ફાઉન્ડેશન સ્કુલ, નવી બનનારી યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે. આ સહયોગ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનું ઘ્યેય ઇકોસિસ્ટમના ચાવીરુપ હિસ્સેદારો શિક્ષકોને ટેકો આપવાનું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનું ઘ્યેય ડિજીટલ પ્લેટફોર્મ  લિવરેજ કરીને શિક્ષકોને પ્રોફેશનલ ડેવલપમેન્ટની તકો પૂરી પાડવાનું છે અને  CENTA TPO ની પહેલ દ્વારા શિક્ષણને મહત્વ પૂર્ણ વ્યવસાય બનાવવાનું છે જેના લીધે શિક્ષણનું સ્તર ઊંચુ આવે. આમ રિલાયન્સ ફાઉન્ડેશનનું ઘ્યેય  CENTA  TPO ને મદદ કરવાનું છે જે આમ પણ રાષ્ટ્રવ્યાપી ધોરણે કામ કરી રહ્યું છે. તથા શિક્ષણને નવા સ્તરે લઇ જવાનું આયોજન ધરાવે છે અને તે તેનો વ્યાપ વિસ્તારવાનું આયોજન ધરાવે છે. જેથી દેશના મોટાભાગના શિક્ષકો તેમાં ભાગ લઇ શકે.

આ સહયોગ અંગે ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશનનું ઘ્યેય ભારતના અત્યંત અવગણાયેલા ક્ષેત્રો માટે નાવીન્યતાસભર ટકાઉ સોલ્યુશન્સ પૂરા પાડવાનું છે. અને આ ક્ષેત્રોમાં એક શિક્ષણ છે. શિક્ષકો શિક્ષણની ગુણવત્તામાં મહત્વનુ ભુમિકા ભજવે છે.

અમારું ફાઉન્ડેશન ટેકનોલોજી અને ડીજીટલ પ્લેટફોર્મ પર લિવરેજ માટે આતુર છે. જેથી ભારતના શિક્ષકો તેમની ક્ષમતા વિસ્તારી શકે અને તેમના ફાળાનું તેમને વળતર મળે જે રાષ્ટ્રનિર્માણ માટે મહત્વનું છે. અમારી  ઈઊગઝઅ ઝઙઘ સાથે ભાગીદારી અમારી તે પ્લેટફોર્મને ટેકો આપવાની પ્રતિબઘ્ધતાનું પ્રતિબિંબ છે જે શિક્ષકોને પ્રતિષ્ઠા  અપાવવામાં અને તેમનું વળતર અપાવવામાં મદદ કરે છે.

CENTA ના સ્થાપક અને સીઇઓ રમ્યા વેંકટરામને જણાવ્યું હતું કે  CENTA TPO શિક્ષકોને વળતર આપતું, તેમના કામકાજને પ્રતિષ્ઠા અપતુ અને તેમના કાર્યને મહત્તા પ્રદાન કરતી શકિતશાળી યંત્રણા છે. અમે તેમા વિવિધ સેગમેન્ટની રેન્જમાંથી ભાગીદારી જોઇ રહ્યા છીએ.

શાળાઓના નવા શિક્ષકો, આચાર્યો, ટયુશન શિક્ષકો, બી.એડના વિઘાર્થીઓ, ફેલોઝ અને શિક્ષણના સ્વયંસેવકો અને શિક્ષણમાં રસ ધરાવતા અન્ય લોકો તેમા ભાગ લઇ રહ્યા છે. તેમાં ખાનગી અને સરકારી બંને પ્રકારની શાળાઓમાંથી અને બધા બોર્ડ સીબીએસઇ, આઇસીએસઇ, સ્ટેટ બોર્ડ, આઇબી, આઇજીસીએસઇ અને અનેકમાંથી ભાગ લેવાઇ રહ્યો છે. રિલાયન્સ  ફાઉન્ડેશનના ટેકાથી આ પહેલને જબરજસ્ત પ્રોત્સાહન મળ્યું છે. તેના લીધે રિલાયન્સ ફાઉન્ડેશન અને  CENTA અન્ય પહેલ દ્વારા ભવિષ્યમાં પણ સંયુકત અસરકારકતા માટે આતુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.