Abtak Media Google News

ફાયર NOC સહિતના નિયમો સામે તબીબો એક દિવસની સંપૂર્ણ હડતાળ પાડશે

દર્દીઓને સરકારી અને ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પીટલમાં સારવાર મળશે

ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે જે હાલ સુધી બન્યું નથી ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલો શુક્રવારના રોજ બંધ રહેશે જેમાં પ્રથમ વાર ઇમરજન્સી સેવા પણ બંધ રાખી તબીબો હડતાલ પાડશે કારણ કે સરકારે ફાયર એનઓસી સહિતના જારી કરાયેલા નિયમોને તદ્દન બિન વ્યવહાર રૂપ ગળાવી તબીબો શુક્રવારે હડતાલ પાડશે જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા તમામ દર્દીઓ શુક્રવારે હોસ્પિટલની સેવાથી વંચિત રહેશે પરંતુ દર્દીઓને સરકારી અને ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલોમાં સારવાર મળી રહેશે.સરકાર દ્વારા બહાર પાડેલા ફાયર એનઓસી અને ગ્રાઉન્ડ ફ્લોર પર આઇ.સી.યુ જેવા નિયમોને તદ્દન બિન વ્યવહાર રૂપ ગળાવી આગામી શુક્રવારે ગુજરાત ભરની તમામ ખાનગી હોસ્પિટલના તબીબો હડતાલ પાડશે જેમાં ઈમરજન્સી સેવા પણ બંધ રખાશે તેવું જાણવા મળ્યું છે જો આ રીતે તબીબો હડતાલ પાડશે તો ગુજરાતમાં પ્રથમવાર આ ઘટના બનશે કારણ કે હાલ સુધી એક પણ વાર હડતાલમાં ઇમર્જન્સી સેવાઓ બંધ રાખવામાં નથી આવી પરંતુ પ્રથમવાર શુક્રવારે તબીબો ઇમરજન્સી સેવાઓ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરશે.

જેથી દર્દીઓને ભારે હલાકીનો સામનો કરવો પડશે એવું જાણવા મળ્યું છેવિગતો મુજબ તબીબોનું જણાવ્યું હતું કે, નેશનલ બિલ્ડિંગ લોઝની કેટલીક જોગવાઈઓ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ, ફાયર સેફ્ટીનાં અસંગત નિયમો વગેરે બાબતો બિનજરૂરી છે, જેનું પાલન કરવું અશક્ય છે. આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનની ગુજરાત સ્ટેટ બ્રાંચની એક તાકીદની મીટિંગ મળી હતી, જેમાં તા.22મીએ ખાનગી હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત હડતાલના દિવસે હોસ્પિટલોમાં ઈમર્જન્સી ટ્રીટમેન્ટ પણ બંધ રખાવાની હોવાથી એવું આ વખતે પહેલી જ વાર બનશે રાજકોટ આઈએમએના પ્રમુખ ડો.સંજય ભટ્ટે ઉમેર્યું કે હડતાલ રાખવાનો પ્રમુખ- સેક્રેટરીનો મેસેજ આવી ગયો હોવાથી રાજ્યના અન્ય તમામ વિસ્તારોની સાથે રાજકોટમાં પણ નાની મોટી તમામ 1200 જેટલી ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકો આ હડતાલોમાં જોડાશે જેથી દર્દીઓને ભારે હલકીનો સામનો શુક્રવારે કરવાનો રહેશે પરંતુ દર્દીઓને સરકારી અને ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલો કાર્યરત હોવાથી તેમાં તેમને સારવાર મળી રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.