Abtak Media Google News

હેલ્મેટ, આરસી બુક, લાયસન્સ, વિમો અને એચએસઆરપી નંબર પ્લેટ વિના વાહન ચાલકો પકડાશે તો આકરો દંડ

ગુજરાતમાં આવતીકાલ એટલે કે, ૧લી નવેમ્બરથી નવા મોટર વ્હીકલ એકટની કડક અમલવારી શરૂ થઈ જશે. પ્રજાના રોષને પારખી રાજ્ય સરકાર દ્વારા અગાઉ બે વખત નવા નિયમની અમલવારીની મુદત વધારવામાં આવી હતી. હવે મુદતમાં વધારો કરવામાં આવે તેવી કોઈ જ શક્યતા જણાતી નથી. રજિસ્ટ્રેશન વિના, આરસી બુક વિના, લાયસન્સ કે એચએસઆરપી નંબર પ્લેટ વગર જો વાહચ ચાલક પકડાશે તો તેની પાસેથી આકરો દંડ વસુલ કરવામાં આવશે. ટૂંકમાં પ્રજાજનોને લૂંટનો કાલી ફરી પોલીસ તંત્રને પીળો પરવાનો મળી જશે.

Advertisement

ગુજરાતમાં ગત ૧૬મી સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એકટની અમલવારી શરૂ કરવામાં આવી હતી. જો કે, અપુરતી વ્યવસ અને આકરી અમલવારીના કારણે પ્રજાજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જેના કારણે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે, નવા એકટની અમલવારી એક મહિનો મુલત્વી રાખવામાં આવી છે અને ૧૬મી ઓકટોબરી નિયમની અમલવારી કરવામાં આવશે. જો કે ત્યારબાદ વિધાનસભાની ૬ બેઠકો પેટાચૂંટણી અને દિવાળીના તહેવારો હોવાના કારણે મુદત ફરી ૧૫ દિવસ વધારવામાં આવી હતી. આવતીકાલ ૧લી નવેમ્બરી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એકટની અમલવારી થઈ જશે. મુદતમાં ત્રીજી વખત વધારો કરવામાં આવે તેવી હાલ કોઈ જ સંભાવના લાગતી નથી. કારણ કે, ગત સપ્તાહે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એવું નિવેદન આપ્યું હતું કે, ૧લી નવેમ્બરથી નવા મોટર વ્હીકલ એકટની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવશે. નવા નિયમ પ્રમાણે જો વાહન ચાલક આરસી બુક વિના પકડાશે તો પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦ દંડ વસુલ કરવામાં આવશે. થ્રી-વ્હીલરી ઉપરના ચાલક આરસી બુક વિના પકડાશે તો રૂા.૩૦૦૦, અડચણરૂપ પાર્કિંગમાં પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, કાચ પર ડાર્ક ફીલ્મ લગાવી હશે તો પ્રથમ વખત ૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, ચાલુ વાહન પર મોબાઈલ પર વાત કરતા પકડાશે તો પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, હેલ્મેટ પહેર્યા વિના પકડાશે તો રૂા.૫૦૦ અને સીટ બેલ્ટ માટે રૂા.૫૦૦, ઓવર સ્પીડ હશે તો ટુ અને થ્રી વ્હીલરને રૂા.૧૫૦૦ થી લઈ રૂા.૪૦૦૦ જ્યારે અન્ય વાહનોને રૂા.૨૦૦૦ થી લઈ ૬ માસની સજા અને લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી છે. રોંગ સાઈડમાં ડ્રાઈવીંગ કરતા પકડાશે તો ટુ અને થ્રી વાહન ચાલકો પાસેથી રૂા.૧૫૦૦ અને અન્ય વાહન પાસેથી રૂા.૫૦૦૦ સુધીનો દંડ કરાશે. જાહેર જગ્યાએ રેસ કરનારને પ્રથમ વખત રૂા.૫૦૦૦ અને બીજી વખત રૂા.૧૦,૦૦૦, થર્ડ પાર્ટી વિમો નહી  લેનારને પ્રથમ વખત રૂા.૨૦૦૦ અને બીજી વખત રૂા.૪૦૦૦ દંડ વસુલ કરવામાં આવશે. વાહન ચાલકોએ તમામ ઓરીજીનલ દસ્તાવેજો સો રાખવા પડશે જો કે આ દસ્તાવેજો ડીજી લોકર એપ્લીકેશનમાં પણ રાખી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.