Abtak Media Google News

મનપા દ્વારા પાણી ચોરી સામે લાલ આંખ

વોર્ડ નં. ૦૭ માં ડાયરેક્ટ પમ્પીંગના ૦૩ કિસ્સામાં આસામીઓ પાસેથી રૂ. ૦૬,૦૦૦/- ના દંડની વસુલાત કરાઇ હતી. રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં ૧૨-૦૪-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૭ની ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૩ આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૦૬,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Advertisement

જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરનાર (૧) વિમળાબેન તેરૈયા, રામકૃષ્ણનગર-૫, ઇસ્ટ (૨) હરપાલસિંહ, શિવાલીક, રામકૃષ્ણનગર, (૩) પ્રફુલાબેન રાવલ, શિવાલીક, રામકૃષ્ણનગર વિગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૭ માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર શ્રી હેમાન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.