Abtak Media Google News

મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતનાં રોગચાળાને ઉગતો જ ડામી દેવા મેલેરિયા વિભાગનાં કર્મચારીઓ સાથે મ્યુનિ. કમિશનરની બેઠક

એક તરફ શહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે બીજી તરફ ચોમાસામાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુની સિઝન શ‚થશેત્યારેરોગચાળાનેડામી દેવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા મેલેરિયા વિભાગનાં અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે સકારાત્મક કાર્યવાહી કરવા સુચના અપાઈ છે જો ઘરોમાં મચ્છરોની ઉત્પતિ દેખાય તો લોકોને દંડ ફટકારવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ અટકાયતી માટે પોરાનાશક કામગીરી ઉપર ભાર મુકવામાં આવી હતી. જેથી દરેક વોર્ડમાં મચ્છર ઉત્પન્ન ન થાય તેવી પરિસ્થિતી નિમાર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.  ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવતા મચ્છર ઘરની અંદર સંગ્રહિત ચોખ્ખા પાણીમાં થતા હોવાથી લોકોને આવું પાણી પોરા ઉત્પન્ન થાય તે રીતે સંગ્રહિત ન કરવા લોકોને સમજાવવા માટે આરોગ્ય શિક્ષાણ આપવાની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમ છતાં લોકોના ધરોમાં મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી લોકો દ્વારા રાખવામાં આવે તો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી સધન બનાવવાની સુચના આપવામાં આવી હતી. વોર્ડમાં જરૂરીયાત મુજબ વધારાના વોલેન્ટીર્સ રાખી પોરાનાશક કામગીરી કરાવવા સુચના આપવામાં આવી હતી.  ફિલ્ડવર્કર અને વોલેન્ટીર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું બાયલોજીસ્ટ, મેલેરિયા ઈન્સ્પેકટર, સુપિરીયર ફિલ્ડવર્કર દ્વારા મોનીટરીંગ અને સુપરવિઝન કરવાની સુચના આપવામાં આવી હતી.

મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોની પ્રિ – ટ્રાન્સમિશન સિઝનના ભાગરૂપે આજરોજ તા. ૦૪-૦૬-૨૦૨૦ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મેલેરિયા વિભાગની મિટીંગ યોજવામાં આવેલ, જેમાં મચ્છર ઉત્પતિ અટકાવવા તથા મચ્છરનો ઉપદ્રવ દેખાતો હોય તેવા કિસ્સામાં તેની સામે રક્ષણાત્મક કાર્યવાહી સત્વરે હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ નાયબ કમિશન, બાયોલોજીસ્ટ, મેલેરિયા ઈન્સ્પેકટર, તમામ વોર્ડના સુપિરીયર ફિલ્ડવર્કર હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.