Abtak Media Google News

સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ માટે અદ્યતન ટેકનાલોજી સાથે નવું બિલ્ડીંગ આકાર લેશે

ગુજરાત રાજયમાં પોલીસ આવાસ નીગમને ગુજરાત રાજયના મુખ્યમંત્રીના આદેશથી ૨ રૂમ ૧ હોલ, રસોડુ કરવામાં આવશે જે કુલ ૩૮૮ જેટલા કવાર્ટર મંજૂર થયા છે જે ગુજરાતમાં અમલ થતા શહેર પોલીસને લાભ મળવાપાત્ર છે અને આ માટે આશરે ૭૫ કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવશે. તેમજ રામનાથપરાપોલીસ લાઈન તથા પોલીસ હેડ કવાર્ટર તથા બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ માળના ટાવર બનશે.

તેમજ રાજકોટ શહેર પોલીસદળનું હાલ ૨૧૯૫ મંજૂર મહેકમ છે જે પૈકી ૮૮૬ કવાર્ટર ઓછા છે જે અદ્યતન નવા મકાન મંજૂર થવાથી ઓછી થશે. જેનું ખાતમુહૂર્ત તા.૨૪/૨/૨૦૧૯ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે.સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માટે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી અને રાજકોટ શહેર પોલીસ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવનાર છે. જેથી ટેકનીકલ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓની મદદ રાજકોટ શહેર પોલીસને મળતી રહેશે.

તેમજ ગુન્હાઓના ઝડપી નિકાલ માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ભાગ‚પે મુખ્યમંત્રીની પ્રેરણાથી ઈઝરાઈલથી એનાલીસીસના અદ્યતન વીડિયો એનાલીટીકસ સોફટવેર ઈનસ્ટોલ કરવામાં આવેલા છે. જેના વડે હવે પછી ફેઈસ રીકોગ્નીષના, કપડાના કલર, વાહનનો પ્રકાર વિગેરે કેટેગરીમાં એનાલીસીસ થઈ શકતું હોય જેથી ગુન્હેગારોને ઓળખી કાઢવા મદદ‚પ થશે જે સોફટવેરનું લોકાર્પણ પણ તા.૨૪મીના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

સાથો સાથ શહેરની ટ્રાફીક વ્યવસ્થા સુચા‚ રૂપે ચાલે છે તે માટે ટ્રાફીક બ્રિગેડની નિમણૂંકની મંજૂરી આપેલી છે. જેમાંથી બાકી રહેતા ૨૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનોની શહેર પોલીસ દ્વારા ભરતી કરી તેઓને તા.૨૪મીના રોજ મુખ્યમંત્રીના હસ્તે પસંદગી પત્ર એનાયત કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનો સુધારો થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા પી.પી.પી.ના ધોરણે ક્રેઈન ચલાવવામાં આવનારી છે. જેમાં ૩૮ ક્રેઈન સમગ્ર રાજકોટ શહેરમાં કામગીરી કરે તે માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. જેનું લોકાર્પણ પણ તા.૨૪મીના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.