Abtak Media Google News

ગાંધીધામ નજીક ટેલર અને ક્વાલીસ વચ્ચે અકસ્માતમાં બેના મોત નિપજ્યા‘તા: ભુજની ટ્રીબ્યુનલે કરેલા હુકમ સામે હાઇકોર્ટમાં દાદ માંગી’તી: બંનેના પરિવારને 1.44 કરોડનું જંગી વળતર ચુકવવા હુકમ

ગાંધીધામ નજીક ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજવાના બનાવમાં મૃતકના વારસોએ કરેલા ક્લેઇમમાં ભુજની કોર્ટે ટ્રક અને કાર ચાલકની જવાબદારી નક્કી કરી, વળતર મંજૂર કર્યું હતું. જે હુકમ સામે હાઇકોર્ટમાં વળતર વધારવા અપીલ મંજૂર કરી વ્યાજ સહિત બંને મૃતક પરિવારને રૂ.1.44 કરોડનું વળતર મંજૂર કર્યું છે.

વધુ વિગત મુજબ ગાંધીધામ ખાતે રહેતા સુરેશભાઇએ અગ્રવાલ અને પવનકુમાર જે.અગ્રવાલ સહિત બંને જીજે12પી 4981 નંબરની ક્વાલીસ લઇને ચિત્રોડ-લાકડીયા માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એચ.આર.38બી 3271 નંબરના ટેલરના ચાલકે બ્રેક મારતા ક્વાલીસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બંને અગ્રવાલના મોત નિપજ્યું હતું.

મૃતકના વારસોએ ભુજની ટ્રીબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા ક્લેઇમ કેસ કર્યો હતો. જેમાં ટ્રેલર ચાલકની 80 ટકા અને ક્વોલીસના ચાલરની 20 ટકા બેદરકારી ઠરાવી એસ.એ.અગ્રવાલના વારસોને રૂા.33.46 લાખ અને પી.જે.અગ્રવાલના વારસાને 4.74 લાખ અને ખર્ચ 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવા વિમા કંપનીને હુકમ કર્યો હતો.ટ્રીબ્યુનલના ચુકાદા સામે જુદી-જુદી 6 અપીલો ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.

હાઈકોર્ટએ વીમા કંપનીઓની 2કમ ઘટાડવા માટેની અપીલો રદ કરી, કલેઈમેન્ટ્સની રજૂઆત માન્ય રાખી, કવોલિસ કાર ચાલકની 20% ટકા બેદરકારીનો નિર્ણય રદ કરી, ટ્રેલર ચાલકની સંપૂર્ણ બેદરકારી ઠરાવી, બન્ને કેસમાં વળતરની રકમો વધારી, એસ.એ.અગ્રવાલના વારસોને રૂા.49,15 લાખ અને પી. જે. અગ્રવાલના વારસોને રૂા.8,79 લાખ ચડત વ્યાજ સહીત ચુકવી આપવા, ટ્રેલરના ચાલક, માલિક તથા ધી ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કાં. સામે હુકમ કરી આપતાં, એસ.એ. અગ્રવાલના વારસો વીણાબેન અગ્રવાલ વગેરેને વળતરના રૂા.1,20 કરોડ અને પી. જે. અગ્રવાલના વારસો કાન્તાબેન અગ્રવાલ વગેરેને રૂા.22 લાખનું વળતરનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.