Abtak Media Google News

સ્કોટલેન્ડને ચાર વિકેટથી મ્હાત આપી : ઓલરાઉન્ડર બાસ ડી લીડે ૧૨૩ રન ફટકારી પાંચ વિકેટ ઝડપી

ઓલરાઉન્ડર બાસ ડી લીડે ૯૨ બોલમાં ૧૨૩ રન તેમજ બાવન રનમાં પાંચ વિકેટ ઝડપી યાદગાર ઓલરાઉન્ડ દેખાવ કરતા નેધરલેન્ડે વર્લ્ડકપમાં ક્વોલિફાય થવા માટે લગભગ નિશ્ચિત મનાતી સ્કોટલેન્ડની ટીમના હાથમાંથી નિર્ણાયક મેચ આંચકી લેતા વર્લ્ડકપમાં ક્વોલિફાય થવામાં સફળતા મેળવી હતી. આ સાથે શ્રીલંકા અને નેધરલેન્ડે વર્લ્ડકપના ક્વોલિફાય ટીમના બે સ્થાન હતા તે ભરી દીધા છે.

સ્કોટલેન્ડે તેમની ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૭ રનનો સ્કોર ખડો કર્યો ત્યારે તેઓ ફેરવિટ હતા કેમકે નેટ રન રેટની રીતે આગળ વધવા નેધરલેન્ડે ૪૪ ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડવું પડે તેમ હતું. પણ કઠીન પડકાર ઝીલી લેતાં નેધરલેન્ડે ૬ વિકેટે ૨૭૮ રન ૪૨.૫ ઓવરોમાં જ પાર પાડયા હતા.સ્કોટલેન્ડ તરફથી મેક્મુલને ૧૧૦ બોલમાં ૧૧ ચોગ્ગા ૩ છગ્ગા સાથે ૧૦૬ રન કર્યા હતા. કેપ્ટન બેરિંગ્ટનનું યોગદાન ૬૪ રનનું હતું. મિડિયમ પેસર લીડે ૫૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

નેધરલેન્ડના લીડે ૯૨ બોલમાં ૭ ચોગ્ગા પાંચ છગ્ગા સાથે ૧૨૩ રનની યાદગાર ઇનિંગ રમી હતી. છઠ્ઠી વિકેટની વિજયી ૧૧૩ રનની ભાગીદારી લીડ અને ઝૂલ્ફીકારે (૩૩ અણનમ) ૧૧.૩ ઓવરમાં નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.