Abtak Media Google News

નિર્મળ ગંગા-ગોમતી માટે માછલડાનીગેલ, બ્રાહ્મણ ઉભા કાઠડે કરતા ધરમની ટેલ

ગોમતીનો સમુદ્ર સાથે સંગમ થાય છે તેથી અહી સ્નાન  કરવાથી પૂણ્યની થાય છે પ્રાપ્તી

વૈદિક સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે . મા એટલે પોષનાર, પવિત્ર કરનાર, જીવનમાં શુદ્ધિ આપનાર  તેથી જ આપણી ઋષિ પરંપરાએ આપણાં તીર્થધામોની પસંદગી નદીઓના કિનારે જ કરી છે. બીજી રીતે કહીએ તો આપણાં પવિત્ર તીર્થધામો તે નદીઓને કિનારે જ વસેલાં છે. આવું જ એક પવિત્ર તીર્થ એટલે પુણ્ય પાવન નગરી દ્વારિકા જે ગોમતી નદીના કિનારા ઉપર વસેલું છે. દ્વારકાધામની દક્ષિણ તરફ ગોમતી નદી આવેલી છે, જેનું મૂળ દ્વારકાથી 16 કિ.મી. દૂર આવેલ નાના ભાવડા ગામની નજીક છે. તેથી જ આ સ્થળ મૂળ ગોમતા તરીકે ઓળખાય છે , જ્યાં પૂ.મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે.

દ્વારકા પધારતા દરેક તીર્થ યાત્રિકે પ્રથમ ગોમતી નદીમાં સ્નાન કરવાનું હોય છે. જેથી તેના જીવનના દરેક પાપને મા ગોમતી ધોઈ નાખે છે અને તેનું જીવન પવિત્ર થાય છે. તેથી ગોમતી સ્નાન કર્યા પછી તથા યથામતિ – યથાશકિત દાન કરવાનો મહિમા છે. ખાસ તો અહીં તુલાદાન થાય છે જે યાત્રિક પોતાની શકિત મુજબ કરી શકે છે. ગોમતી સ્નાન કર્યા પછી છપ્પન સીડીના રસ્તેસ્વર્ગદ્વારથી અંદર પ્રવેશ કરી ભગવાન દ્વારકાધીશજીના દર્શન થાય છે. આ ગોમતી ને વશિષ્ઠનતા એટલે કે ઋષિ વશિષ્ઠની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઋષિએ તેમના લગ્ન સમુદ્ર સાથે કરાવેલ છે તેથી અહીં ગોમતીનો સમુદ્ર સાથે સંગમ થાય છે . તેથી અહીં સ્નાન કરવાથી ત્રણ – ત્રણ પુણ્ય પ્રાપ્ત થાય છે . એક તો પવિત્ર નદીમાં સ્નાન કરવાનું , બીજું પવિત્ર સંગમ સ્થાન કરવાનું અને ત્રીજું સમુદ્ર સ્નાન કરવાનું . આથી ગોમતી સ્નાનનો અનેરો મહિમા છે.

ગોમતી માતાને રોજ સાંજે 6:30 વાગ્યે જલસ્વરૂપમાં ઢોલ – નગારા અને શરણાઈના સૂર સાથે ગુગ્ગલી જ્ઞાતિ સંસ્થા આયોજિત ગુગળી બ્રાહમણો સમૂહમાં આરતી – જયોત ઉત્સવ કરે છે . અને ત્યારબાદ સાત વાગ્યે ગોમતી કિનારે ગોમતી માતાનાં મૂર્તિ સ્વરૂપ મંદિરમાં આરતી થાય છે. આ બન્ને ક્રમ જળવાયા બાદ 7:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના સંધ્યા આરતીના દર્શન થાય છે. ગોમતી કિનારે આવેલાં પ્રાચીન મંદિરોમાં સંગમ નારાયણનું મંદિર, રામેશ્વર મહાદેવનું મંદિર, નૃસિંહજીનું મંદિર, પાંચ પાંડવની દહેરીઓ, હાટકેશ્વર મહાદેવનું મંદિર વગેરે મંદિરો આવેલાં છે . અહીં પણ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. સમગ્ર પ્રાચીન ગોમતી નદી પર આવેલ જુદા જુદા ઘાટ જે તદ્દન જિર્ણ સ્થિતિમાં હતા

ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા અહિં હજારો યાત્રિકો ઉમટી પડે છે . તેવી જ રીતે દરેક પૂર્ણિમા (પૂનમ) ના દિવસે ગોમતી સ્નાનનો મહિમા છે. સ્કંદ પૂરાણમાં થયેલાં ઉલ્લેખ મુજબ બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી સ્વયં ગોમતી નામ ધારણ કરીને દ્વારકામાં પ્રગટ થયા છે. દ્વારકામાં ગોમતી કાંઠે આવેલો બ્રહ્મકુંડ પણ તે માન્યતાને પુષ્ટિ આપે છે. હાલમાં પણ આ બ્રહ્મકુંડમાં બ્રહ્માજીની મૂર્તિ પૂજાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.