Abtak Media Google News

યમુનોત્રી દર્શન માટે પાંચ કલાકની કઠિન પહાડી રસ્તા ની પદયાત્રા કરવાના દિવસો હવે ભૂતકાળ, યાત્રાળુઓ સરળતાથી કરી શકશે દર્શન

દાયકા થી વિલંબમાં પડેલા યમુનોત્રી રોપવે પ્રોજેક્ટને અંતે મંજૂરીની મહોર લાગતા યમુનોત્રી તીર્થધામ સુધી રોપવે સાકાર થશે વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મજુરી ની પ્રક્રિયા પૂરી કરવામાં આવતા હવે મહત્વકાંક્ષી એવા રોપવે પ્રોજેક્ટ માટે 3.8 હેક્ટર જમીનનું હસતાંતર અને 3.7 કિલોમીટર લાંબા રોપવેના બાંધકામ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે યમુનોત્રી દેવસ્થાન સુધી ની આ રોપવે તળેટીના ખરસાલ ગામથી યમુનોત્રી ગુફા સુધી બનાવવામાં આવશે અત્યારે યૂમનોત્રી ગુફા સુધી પહોંચવા માટે યાત્રિકોને પાંચ કલાક સુધી ખડકાલ રસ્તા પર પદયાત્રા કરવી પડે છે

આ 3.7 km ની લાંબી રોપ વે યોજના સાકાર થઈ જશે તો યાત્રીઓ  ઉડનખટોલામાં બેસીને દસ જ મિનિટમાં યમુનોત્રી ધામ સુધી પહોંચી શકશે વિશ્વપ્રસિદ્ધ યમુનોત્રી દેવસ્થાન પર વર્ષે લાખો સરધારવો દર્શન માટે જાય છે અત્યારે વિષમ વાતાવરણ અને ખડકાલ રસ્તાઓના કારણે યાત્રાળુઓ જીવ અને સ્વાસ્થ્યના જોખમે દર્શન કરે છે હવે ઉડનખટોલામાં બેસીને માત્ર દસ જ મિનિટમાં યમુનોત્રી પહોંચી જવાશે

ગયા વર્ષે જ ચારધામ યાત્રા માં કુદરતી આપત્તિઓના કારણે એકાદશી થી વધુ યાત્રાળુઓ ના મૃત્યુ નીપજ્યા હતા એમનોત્રી યાત્રા સરળ બનાવવા માટે રોપવે પ્રોજેક્ટ ને ઝડપથી પૂરું કરવાના પ્રયાસો સાકાર થયા છે અને તમામ પ્રકારની મંજૂરી ની પ્રક્રિયા પૂરી થઈ છે આ રોપવે પ્રોજેક્ટ થી એમનોત્રી યાત્રાધામ માં પ્રવાસન ઉદ્યોગ ને વેગ મળતા સ્થાનિક ધોરણે રોજગારીની મોટી તકો ઊભી થશે જિલ્લા યાત્રાધામ અધિકારી રાહુલ ચોબેએ જણાવ્યું હતું કે મંજૂરીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતા હવે રોપવે પ્રોજેક્ટના બાંધકામ નું કામ શરૂ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.