Abtak Media Google News

જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ

કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ ત્વરીત  એસડીઆરએફની ટીમ દોડાવી, પોલીસ અને  વનવિભાગ પણ  રેસ્કયુમાં જોડાયું

મધ્યપ્રદેશથી ગિરનાર પરના જૈન દેરસરના દર્શન માટે એક યાત્રિક ગિરનાર પગથિયા પરથી ગબડી પડ્યા હતા અને ગંભીર રીતે ઝાડી- ઝાખરામાં ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે રાત્રીના નવેક વાગ્યાથી એસ.ડી.આર એફ, પોલીસ અને વન વિભાગ દ્વારા તેમની શોધખોળ માટેનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક તરફ ઘોર અંધકાર, વન્ય પ્રાણીઓનો ભય, ચાલુ વરસાદ. આમ, પારવાર મુશ્કેલી વચ્ચે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. શોધખોળ માટેની આ ટીમોએ સાદ પાડીને શોધવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન સામેથી પ્રત્યુત્તર મળી આવતા એસ.ડીઆર.એફ.ના જવાનો ફસાયેલ વ્યક્તિ સુધી રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ સુધી પહોંચવામાં ભારે જહેમત બાદ સફળતા મળી હતી.

મધ્યપ્રદેશના ભીડ જિલ્લાના કુપકલાના રહેવાસી મદનમોહન મુરલીધર જૈન (ઉંમર વર્ષ આશરે 60) તેમના પરિવારજનો સાથે જૂનાગઢ ભવનાથ તળેટીમાં ફરવા માટે આવ્યા હતા. તેઓ તેમના પરિવાર સાથે તા. 5-7-2023ના રોજ ગિરનાર પર્વત જૈન દેરાસર ખાતે દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી પરત ફરત ફરતી વેળાએ તેમના પરિવારથી વીખુટા પડી ગયા હતા અને તેમના પરિવારે તેમની તપાસ કરતાં મળી આવ્યા ન હતા. આમ, તેમના પરિવારજનો દ્વારા શોધખોળ  શરૂ કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. આ બનાવ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં અને ગિરનાર સીડી પર બનેલ હોય તે બાબતની જાણ તંત્રને થતા તાત્કાલિક ધોરણે પોલીસ અને વન વિભાગની સ્ટાફ સાથે દોડી ગઈ હતી.

ઉપરાંત એસ.ડી.આર.એફની ટૂકડી, ડોલી ચાલકો તથા સ્થાનિક દુકાનદારો મળી આશરે 33 સભ્યોની ટીમ બનાવી તેમજ ગુમ થનારના પરિવાર સાથે ચાલુ વરસાદે ગિરનાર ઉપર આવેલ વેલનાથ જગ્યાની આજુબાજુના વિસ્તારમાં ગુમ થનારના નામ સાથે અવાજ પાડી તપાસ કરતા ગુમ થનારનો ઊંડાણ વાડી ખીણમાંથી પ્રત્યુતરના આધારે રાત્રિના વેલનાથની જગ્યાએ જટાશંકર વચ્ચેના ગાઢ જંગલમાં ચાલુ વરસાદે પ્રવેશ કરી તપાસ કરતા ગુમ થનાર વ્યક્તિને જાડી જાખરામાં ખરાબ રીતે ફસાયેલ જોવા મળ્યા હતા. જેમને જાળી જાખરામાથી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ રાત્રિનો સમય, ચાલુ વરસાદ, ગાઢ જંગલ, હિસંક પ્રાણીઓના વિસ્તારને કારણે ગુમ થનારને સાથે રાખી

જંગલમાં જ રોકાણ કર્યું હતુ.આમ, રાત્રીના 9 કલાકથી સવારના 9 કલાક સુધી ગુમ થનારનુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. તેમને  સહિ સલામત રીતે બહાર કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને મધ્યપ્રદેશના આ પરિવારે સ્થાનિક પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.આ રેસક્યુ ઓપરેશનને સફળ બનાવવા માટે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રીના સમયે જ એસ.ડી.આર.એફ.ની ટીમ ત્વરીત મોકલી આપી હતી. ઉપરાંત પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ રેસક્યુ ઓપરેશનને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.