Abtak Media Google News

સરકારી કચેરીઓમાં વચેટીયાઓ નાબુદ કરવા પોલીસ કમિશનરે અમલી બનાવલુ જાહેરનામુ કાગળ પર જ રહેતા આશ્ચર્ય

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી, મામલતદાર કચેરી, પોલીસ કમિશનર કચેરી તેમજ મ્યુનિ.કોર્પોરેશન સહિતની કચેરીઓમાં દલાલીયા, વચેટીયા તત્ત્વોને ઝેર કરવા શહેર પોલીસ કમિશનરે ૧લી જૂની અમલી બનાવેલુ જાહેરનામુ માત્ર કાગળ પર જ રહ્યું હોય અને દલાલોને તંત્રનો જરા પણ ડર ન હોય તેમ આ જાહેરનામાને ચાર દિવસ વિતવા છતાં આવા નઠારા તત્ત્વો હજુ પણ સરકારી કચેરીઓની આસપાસ જ મડરાઈ રહ્યાં છે. એી પણ આશ્ચર્ય છે કે કલેકટર કચેરી આજુબાજુમાં તો જાહેરનામુ બહાર પડયા બાદ ઉલટુ વચેટીયાઓની સંખ્યા વધી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની જુદી જુદી સરકારી કચેરીઓમાં દલાલીયા, વચેટીયા તત્ત્વો લોકોને લુંટી રહ્યાં હોવાની ઘટના સામે આવતા શહેર પોલીસ કમિશનરે પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કલેકટર કચેરી, તમામ મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની કચેરીઓમાં દલાલીયા, વચેટીયાઓને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામુ અમલી બનાવ્યું છે પરંતુ ચાર દિવસી અમલી બનેલા આ જાહેરનામાની અમલવારી તી ન હોય દલાલોને કોઈ જ ફરક પડયો નથી.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે, જિલ્લા કલેકટર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ ઝોનલ કચેરીમાં પડયા-પાર્યા રહેતા દલાલોને તો જાણે આ જાહેરનામુ અસરકર્તા જ નહોય તે રીતે છેલ્લા ત્રણ દિવસી વચેટીયાઓની સંખ્યામાં વધારો યો છે અને હવે તો છત્રી છાયડાની વ્યવસ કરી દલાલીયા તત્ત્વોએ અડીંગો જમાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.