Abtak Media Google News

બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્ત અઢી વર્ષે પૂર્ણ થઈ હતી. મુદ્દત પૂર્ણ થતાં સોમવારે બનાસ ડેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર (જિલ્લા પુરવઠા અધિકારી) એસ.જે.ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં વર્તમાન ચેરમેન શંકરભાઈ  ચૌધરીની બીજી ટર્મ માટે પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઈસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈની પણ પુન: વરણી કરાઈ છે.

4 1528107804

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.