Abtak Media Google News

અજાણ્યા શકમંદ વ્યક્તિ અંગે પોલીસને જાણ કરો, સિટીઝન ફસ્ટ એપ ડાઉન લોડ કરો, ભીડભાડવાળી જગ્યાએ કિંમતી ચિજ-વસ્તુનું ધ્યાન રાખો

દિવાળીના તહેવારો દરમિયાન મિલકત વિરોધી ગુનાનું પ્રમાણ વધતું હોવાથી ‘તહેવારો ઉજવો, તકેદારી સાથે’ના સુત્ર સાથે કિંમતી માલ-સામાનની ચોરી ન થાય તે માટે શું કાળજી રાખવી તે અંગે પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

Advertisement

અજાણ્યા કે શકમંદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણ કરો, લારીઓવાળા, ભંગારવાળા, ફેરીયાઓ, કે કોઇ પણ અજાણ્યા વ્યક્તિઓને આપની સોસાયટી કે ઘરમાં પ્રવેશ ન આપશો, અજાણ્યા લોકો દ્વારા આપવામાં આવતી કોઇ પણ પ્રકારની લાલચમાં સપડાસો નહી તેમજ આપની અંગત માહિતીઓ કોઇ પણ અજાણ્યા વ્યક્તિઓ સાથે સેર ન કરવા પોલીસ દ્વારા અપીપલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા તહેવારની ઉજવણી સાથે તકેદારીઓ માટે પોલીસે જાહેર જનતાને અનુરોધ કરતા જણાવ્યું છે કે, જાગૃત નાગરિક બનો અને આજે સિટીઝન ફર્સ્ટ એપ ડાઉન લોડ કરો, જેમાં અલગ અલગ પંદર જેટલી પોલીસની મદદ મળી રહે તેવી સેવાઓ ઉપલબ્ધ બની રહેશે, જેમાં ઘરઘાટીની નોંધણી કરવી, ડ્રાઇવરની નોંધણી કરવી, ભાડુઆતની નોંધણી કરવી અને સિનિયર સિટીઝનની નોંધણી જેવી સેવાઓ ઉપલબ્ધ છે.

પોલીસે તકેદારીના ભાગરૂપે વધુમાં જણાવ્યું હતુ કે, જો આપ ભીડભાડવાળી જગ્યાએ જવાના હો કે મુસાફરી કરવાના હો તો જરૂર પડે એટલી જ રોકડ રકમ સાથે રાખી આપના મોબાઇલ અને અન્ય કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું અને આપણે પહેરેલા આભૂષણોનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કર્યો છે.

રીઢા અને નામચીન ગુનેગારોથી સર્તક રહેવા માટે પોલીસે અગાઉ લૂંટ, ચોરી, ચીલ ઝડપ જેવા મિલકત વિરોધના ગુનામાં પકડાયેલા શખ્સોની તસવીર જાહેર કરી આવી કોઇ વ્યક્તિઓ ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરવા ઉપરાંત પોતે પણ સાવધાન રહેવા પોલીસ દ્વારા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.