Abtak Media Google News

ઐસા ભી હોતા હૈ, સંગીતની સંગત સાથે બ્રેઇન સર્જરી કરવામાં આવી…!! બેંગ્લોરની એક હોસ્પિટલમાં ઓપરેશન ટેબલ પર સર્જરી દરમિયાન દર્દી આરામથી ગિટાર વગાડતો હતો. મતલબ કે મ્યુઝિકલ વાતાવરણમાં નિષ્ણાતોએ બ્રેઇન સર્જરી પાર પાડી હતી.

ભગવાન મહાવીર જૈન હોસ્૫િટલમાં ૩૭ વર્ષના અભિષેક પ્રસાદ પર બ્રેઇન સર્જરી કરવામાં આવીહતી. પ્રસાદ તે બિહારના વતની છે. તેઓ એક ગિટારિસ્ટ છે. તેમણે બ્રેઇન સર્જરી દરમિયાન ગિટાર  વગાડયું હતું. આ સર્જરી ૧૦૦ ટકા સફળ રહી હતી.

ઘણાં બધા ડોકટરો પાસે નિદાન કરાવ્યા બાદ પ્રસાદને બેંગ્લોરની બી.એમ.જે. હોસ્૫િટલમાં ભરતી કરાયા હતા. તેમના પર ડો. શરન શ્રીનિવાસન અને તેમની સહયોગી ટીમે પ્રસાદ પર ઓપરેશન કર્યુ હતું. પ્રસાદે સર્જરી દરમિયાન ગિટાર વગાડવાની તમન્ના વ્યકત કરી એટલે ડોકટરે તેમની ટીમ સાથે ચર્ચા કરીને તેમને ઓપરેશન ટેબલ પર સર્જરી દરમિયાન ગિટાર વગાડવાની મંજુરી આપી હતી. સર્જરી દરમિયાન બ્રેઇનનો ચોકકસ ભાગ ડેડ કરી નાખવામાં આવ્યો હતો જેથી સર્જરીથી દુખાવો ન થાય. આથી જ સર્જરી દરમિયાન પ્રસાદનું ગિટાર વગાડયું શકય બન્યું. આ એક પોઝિટિવ ન્યુઝ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.