Abtak Media Google News

કરણે ગઈકાલે ટ્વીટર પર શેર કર્યું પોસ્ટર: પ્રથમ વખત સુશાંત અને જેકવેલિન સાથે જોવા મળશે

ફિલ્મમેકર કરણ જોહરે તેની આગામી ફિલ્મ “ડ્રાઈવનું પોસ્ટર શેર કર્યું હતું. જેના કલાકારો સુશાંતસિંહ રાજપૂત અને જેકવેલિન ફર્નાન્ડિઝ છે. તેનું પોસ્ટર ૪૫ વર્ષના કરણ જોહરે ટ્વીટર પર શેર કર્યું હતું. જેની રીલીઝ ડેઈટ ‘હોળી’માં ૨જી માર્ચ રાખવામાં આવી છે.આ ફિલ્મના નિર્માતા ધર્મા પ્રોડકશન છે. આ “ડ્રાઈવ ફિલ્મમાં પ્રથમ વખત સુશાન્ત અને જેકવેલિન સાથે જોવા મળશે. આ ફિલ્મને ત‚ણ મનસુખાની દ્વારા દિગ્દર્શન કરવામાં આવી છે. જેઓ સાત વર્ષ બાદ દિગ્દર્શનમાં જોવા મળ્યા છે. સાત વર્ષ અગાઉ તેમણે કોમેડી ફિલ્મ દોસ્તાનામાં દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. જેના કલાકારો પ્રિયંકા ચોપરા, જહોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન હતા.સુશાંત અને જેકવેલિન આ ફિલ્મ માટે શુટીંગ કરી રહ્યાં હોય તેવા સમાચાર કરણે સોશિયલ મિડીયામાં ફોટા સાથે મુકીને દરેકને તેની આગામી ફિલ્મ ‘ડ્રાઈવ’ વિશે જાણકારી આપી હતી. સુશાંતે તેની પ્રથમ બોલીવુડ ફિલ્મ ૨૦૧૩માં આવેલી “કાઈ પો છે! કરી હતી. જેના સહ કલાકારો રાજકુમાર રાવ અને અમિત સાધ હતા. ૩૧ વર્ષનો આ કલાકાર ત્યારબાદ શુધ્ધ દેશી રોમાન્સ, પી કે, ડીટેકટીવ બ્યોમકેશ બક્ષી અને એમ.એસ.ધોની, અન ટોલ્ડ સ્ટોરીમાં જોવા મળ્યો હતો.જયારે જેકવેલિન છેલ્લે ૨૦૧૬માં આવેલી ફલાઈગ જેટમાં જોવા મળી હતી. ૩૧ વર્ષની આ અભિનેત્રી હવે ‘જેન્ટલમેન’મા સિધ્ધાર્થ મલ્હોત્રાની વિરુધ્ધ જોવા મળશે. આ ફિલ્મને રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. જે આગામી ૨૫મી ઓગષ્ટના રોજ રિલીઝ થશે. જેકવેલિન ફર્નાન્ડિઝના આગામી પ્રોજેકટ જોઈએ તો જુડવા-૨ અને રેમો ડિસોઝાની એક ફિલ્મમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.