Abtak Media Google News

ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે સરકાર યુવાનોને વધુમાં વધુ તકો આપશે

બજેટ 2024 રજૂ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને લઈને બે મોટી અને મહત્વની જાહેરાતો કરી છે. જે ઈલેક્ટ્રિક વાહનોને ભારતમાં જાહેર પરિવહનનો મજબૂત વિકલ્પ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એટલું જ નહીં. વ્યક્તિગત ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ સાબિત થશે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપીને ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) ઇકોસિસ્ટમને વધારવાનું અને મજબૂત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. આ ઉપરાંત તેમણે ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપવા નવી બાયો-મેન્યુફેક્ચરિંગ સ્કીમ શરૂ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે નવા ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની નવી તકો આપશે. હાલના વિક્રેતાઓ ઉપરાંત નવા લોકોને પણ તક મળશે.

ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે સરકાર યુવાનોને વધુમાં વધુ તકો આપવાની વાત કરી રહી છે. જેમાં તેમને ઇવી ચાર્જિંગ સેક્ટરમાં રોજગાર આપવા માટે પૂરતી તકો આપવામાં આવશે. જેમાં તેમને પૂરતી તાલીમ આપવાનું કહેવામાં આવ્યું છે.

સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે જાહેર પરિવહનમાં ઇલેક્ટ્રિક વાહનોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઇલેક્ટ્રિક બસોને મોટી સંખ્યામાં સામેલ કરવી જોઈએ. નાણાં મંત્રીએ કહ્યું કે ઇલેક્ટ્રિક બસોને તબક્કાવાર રીતે મોટી સંખ્યામાં જાહેર પરિવહન મોડમાં સામેલ કરવામાં આવશે. સરકારના આ પગલાંની અસર દેશમાં પર્યાવરણને સ્વસ્થ બનાવવા અને દેશમાં પેટ્રોલ ડીઝલ પર નિર્ભરતા ઘટાડવાની સાબિત થશે.

ખાનગી ક્ષેત્રમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની ભાગીદારી વધશે

જાહેર પરિવહનમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સરકારનો પ્રયાસ છે, જેમાં કાર, બાઇક, સ્કૂટર જેવા વાહનોને આગામી સમયમાં વધુ સબસિડી સાથે ખૂબ જ આકર્ષક ડિલ્સ આપી શકાય છે.જો સરકાર ખાનગી ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં સફળ રહેશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર થતા ખર્ચમાં મોટો ઘટાડો જોવા મળશે અને સરકારના વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થશે.

સીએનજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઉપરાંત, સરકારે ગ્રીન ડેવલપમેન્ટ માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેમાં સીએનજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સીએનજીને લઇને સરકાર તરફથી મોટી જાહેરાત જોવા મળી શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.