Abtak Media Google News

રથયાત્રાની જનજાગૃતિ અર્થે કાલે બાઈક રેલી યોજાશે: કાર્યક્રમની તડામાર તૈયારી: ગુરૂવારે  પોલીસ કમીશ્નરનાં વરદ હસ્તે ભગવાનને અભિષેક કરાશે

અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે તેની તડામાર તૈયારી થઈ રહી છે. કાર્યક્રમની વિગત આપવા ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા રથયાત્રાના આયોજકોએ  વધુ વિગતો આપી હતી.

કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે આગામી તા.1ના રોજ ભગવાન જગન્નાથજીની   શોભાયાત્રા કાઢવામાં આવશે . રથયાત્રામાં જોડાનાર મુખ્ય ત્રણ રથના કલેવર શૃંગાર , નિમંત્રણ પત્રીકા , એરીયા વાઇઝ પત્રીકા વિતરણ , બેનર , હોડીંગ , રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર સ્વાગત , મંદિર સુશોભન વગેરે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુકયો છે , નીજ મંદિરના પ્રાંગણમાં તા . ર 9 ને બુધવારના રોજ સાંજે 4 વાગ્યે મામેરા દર્શન રાખવામાં આવશે . રથયાત્રાની સમગ્ર શહેરમાં લોકજાગૃતી અર્થ તા . ર 9 ને બુધવાર સાંજે 5 વાગ્યે રથયાત્રાના રૂટ ઉપર બાઇક રેલી કાઢવામાં આવશે . જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ અને યુવાવર્ગને જોડાવવા આહવાન કરવામાં આવે છે.

આ વર્ષે રાજકોટમાં સૌપ્રથમવાર રથયાત્રા પૂર્વ તા . 19  રવિવારના રોજ કળશ યાત્રા કાઢવામાં આવી હતી . જેમાં 108 દિકરીઓ જોડાયેલ અને 108 કળશમાં પાણી ભરી અને મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું . જે પાણી દ્વારા તા . 30 ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક વેદ મંત્રોચાર સાથે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્તે કરવામાં આવશે. તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી કરવામાં આવશે.

રથયાત્રાનો પ્રારંભ અષાઢી બીજ તા . 1 ના રોજ સવારે છ વાગે થશે . રથયાત્રામાં સૌથી આગળ ડી.જે. , ઢોલ , શરણાઇવાદક , વૃંદ રહેશે . ત્યારબાદ અખાડાના સાધુ દ્વારા અંગ કસરતના દાવ , ત્યારબાદ મુખ્ય ત્રણ રથ ભગવાન જગન્નાથજી , ભાઇ બલભદ્રજી તથા બેન શુભદ્રા ના આકર્ષક રથ ત્યારબાદ વિવિધ રાસ મંડળીઓ અને વિવિધ ધાર્મીક ફલોટ જોડાશે . યાત્રામાં આ વખતે રાજસ્થાનથી ખાસ નૃત્ય મંડળી બોલવવામાં આવી છે . જે શહેરના મુખ્ય ચોકમાં પોતાની કલા કૌશલ દેખાડશે . યાત્રા પ્રારંભ નીજ મંદિર , મોકાજી સર્કલ , વૃદાંવન સોસાયટી , પુષ્કરધામ , જે.કે.ચોક , આકાશવાણી ચોક , યુર્નીવર્સીટી રોડ , સાધુવાસવાણી રોડ , રૈયા રોડ , તુલસી બંગ્લોઝ , રૈયા ચોકડી , હનુમાન મઢી ચોક , કિશાનપરા ચોક , જીલ્લા પંચાયત ચોક , ફુલછાબ ચોક , સદર બજાર , પંચનાથ મહાદેવ , લીમડા ચોક , ત્રીકોણ બાગ , સાંગણવા ચોક , ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર , આશાપુરા મંદિર , કેનાલ રોડ , કેવડાવાડી મેઇન રોડ , સોરઠીયા વાડી સર્કલ , કોઠારીયા રોડ , દેવપરા , ચાવ નગર , સહકાર નગર મેઇન રોડ , નારાયણ નગર , પી.ડી.એમ. કોલેજ , સ્વામીનારાયણ ચોક , આનંદ બંગલા ચોક , ચંદ્રેશ નગર મેઇન રોડ , રાજનગર ચોક , નાનામૌવા મેઇન રોડ , શાસ્ત્રી નગર , અલય પાર્ક , નાના મૌવા ગામ થઇને નીજ મંદિર પરત ફરશે . ત્યાં રાત્રે 8:30 વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આ ભવ્ય યાત્રામાં આ વખતના મામેરા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન મનહરભાઈ બાબરીયા પરિવાર તરફથી રાખવામાં આવેલ છે . મામેરા વીધી ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે બપોરે 1 વાગ્યે કરવામાં આવશે . દર વર્ષે મામેરાના યજમાનનો લાભ અલગ અલગ પરિવારોને આપવામાં આવે છે . ભગવાન જગન્નાથ અષાઢી બીજે નગરચર્યાએ નીકળી રહયા હોય ત્યારે સર્વે નગરજનોને દર્શનનો લાભ લેવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્યું છે . વધુ માહીતી માટે મો . 96014 41008 , 88398 43858 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

નગર યાત્રાનું કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી પ્રસ્થાન

Dsc 5745

મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલ-દા-ઢાબા, પુષ્કરધામ, આલાપ રેવન્યુ, શકિતનગર (જે.કે.ચોક), આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા રોડ, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાવદનગર, સહકાર મેઇન રોડ, નારાયણ નગર, પી.ડી.એમ. કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઇન રોડ:, સર્કલ, શાસ્ત્રીનયર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક, કૈદાસધામ આશ્રમ, નીજ મંદિર ખાતે મહાઆરતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.