Abtak Media Google News

૨૦૨૨ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય ગરમાવો

યોગી કેબિનેટમાં યુવાનોને પણ મળી શકે છે મોકો

ઉત્તર પ્રદેશની યોગી સરકારના સાડા ત્રણ વર્ષ પસાર થઇ ગયા છે ત્યારે આગામી ર૦૨૨ ના વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વિપક્ષ બ્રાહ્મણ મુદ્દે યોગી સરકાર સામે પહેલેથી જ નારાજ છે. અને ધેરવાની તૈયારીમાં છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી આવતા ભાજપના ધારાસભ્યોની બેચેનીદેખાઇ રહી છે. આવા ટીમમાં હવે એવું જણાય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટુંક સમયમાં પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે અને એ રીતે રાજકીય સાથે સામાજીક સમતોલન જાળવી રાખવા પ્રયાસ કરશે. કેબિનેટમાં સામાજીક સમતોલન જાળવવા બ્રાહ્મણોને વધુ મહત્વ મળી શકે તેમ મનાય છે.

Advertisement

ભાજપના વિશ્ર્વાસ પાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આધિત્યનાથ ટુંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. સંભવત: બે ઓકટોબર પહેલા આ વિસ્તરણ થઇ શકે છે. જો કે વડાપ્રધાન મોદી કેબિનેટનું વિસ્તરણ કેવી રીતે થાય છે તેના પર જ મોટો આધાર રહેશે.

યોગી સરકારના મંત્રી ચેતન ચૌહાણ તથા કમલા રાનીના અવસાનથી તેમની જગ્યાઓ ખાલી થઇ  છે અને અગાઉથી જ મંત્રીમંડળની ૪ બેઠકો પહેલેથી  ખાલી છે એટલે હવે ટુંક સમયમાં યુ.પી. મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે.

તમને એ જણાવી એક ઉત્તર પ્રદેશમાં ધારાસભ્યોની સંખ્યાના હિસાબે મંત્રીમંડળમાં ૬૦ સભ્યોને સામેલ કરી શકાય છે. યોગી સરકારે ગત વર્ષે ર૧ ઓગષ્ટના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ હતું. એ વખતે ર૩ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ૧૮ નવા ચહેરા હતા હાલની કેબિનેટમાં પ૬ સભ્યો છે. તાજેતરમાં શિક્ષા મંત્રી કમલા રાની વરૂણ તથા હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણનું અવસાન થતા આ સંખ્યા ૫૪ થઇ ગઇ છે. મંત્રી પરિષદના છ સ્થાન ખાલી છે એટલે હવે છ વ્યકિતઓને સ્થાન મળી શકે છે.

વિધાનસભા સત્ર શરૂ થવાની સાથે જ કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ થઇ ગઇ છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટુંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થશે અને એ ચુંટણી પહેલાનું છેલ્લું વિસ્તરણ હશે. આ વિસ્તરણમાં યુવાનો તથા બ્રાહ્મણોને વધુ સ્થાન આપી સામાજીક સમતોલ ન જાળવવાનો યોગી સરકાર પ્રયાસ કરે તેવું મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.