Abtak Media Google News

દેશના ૧૧૬ જિલ્લાના શ્રમિકોને ઘર આંગણે જ મળશે રોજગાર : મોદી

શ્રમિકોને વર્ષમાં ૧૨૫ દિવસ કામ મળશે, ૫૦ હજાર કરોડના ખર્ચે થશે વિકાસ કામો

દેશમાં લોકડાઉનના પગલે વતન પહોચેલા શ્રમિકોને પોતાના વતન, ઘર નજીકમાં જ વિસ્તારોમાં રોજગારી મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

દેશના ૧૧૬ જિલ્લાઓમાં શ્રમિકોને રોજગારી મળી શકે તે માટેની યોજનાનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે કોરોનાને રોકવા માટે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનથી પ્રવાસી શ્રમિકોને ખૂબજ હાલાકી ભોગવવી પડી છે. એ શ્રમિકોને મોટા પ્રમાણમાં પોતાના ઘરે જવા મજબૂર થવું પડયું છે. એથી આવા શ્રમિકોને રોજાગારનું સંકટ ઉભુ થયું છે. શ્રમિકોની આ હાલતમાં સુધારો થાય એ માટે સરકારે એક ખાસ અભિયાન શ‚કર્યું છે. આ અભિયાનનું નામ ગરીબ કલ્યાણ રોજગાર યોજના છે.

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો બિહારમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવતા વડાપ્રધાને જણાવ્યું હતુકે મેદાનમાં જમીન પર કામ કરવા વાળા ગ્રામ પ્રધાન લોકોએ સા‚રૂ કામ કર્યું છે. એ લોકો પ્રશંસાને પાત્ર છે. કોઈ તમારી પ્રશંસા કરે કે ન કરે હું તમારી પ્રશંસા કરૂ ‚છું હું શકિતને નમન કરૂ છું દેશના ગામડાને નમન, શતશત નમન.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આપણો દેશ ૬ લાખથી વધુ ગામોનો દેશ છે. જેમાં ભારતની પોણા ભાગની વસ્તી રહે છે. એ ગ્રામીણ ભારતે દેશમાં કોરોનાના ચેપને રોકવામાં મહત્વનું અને અગ્રકારક કામ કર્યું છે. કોરોના સામે આખુ વિશ્ર્વ હચમચી ગયું છે. જયારે આપણો આખો દેશએ મહામારી સામે ટકી રહ્ય છીએ. ગામોએ જે રીતે કોનાનો જે રીતે મુકાબલો કર્યો છે. એ શહેરો માટે પ્રેરણા પછે.

તમને એ જણાવીએકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને ૬ રાજયોનાં ૧૧૬ જિલ્લાનાં ગામોમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. આયોજના હેઠળ શ્રમિકોને ૧૨૫ દિવસ રોજગારી મળશે અને આ માટે અલગ અલગ ૨૫ પ્રકારના કામો હાથ ધરાશે અને આ માટે રૂ.૫૦ હજાર કરોડના વિકાસ કામો હાથ ધરાશે.

દેશ તમારી સાથે જ છે: મોદી

વડાપ્રધાને જણાવ્યું કે લદાખમાં જે વીરોએ બલિદાન આપ્યા છે. એ પરાક્રમ બિહાર રેજીમેન્ટના છે. દરેક બિહારીને તેના પર ગર્વ છે. બિહારના જે સાથીઓએ બલિદાન આપ્યા છે.તેમને હું શ્રધ્ધાસુમન અર્પણ ક‚રૂ છું હું તમને વિશ્ર્વાસ આપું છું કે આખો દેશ તમારી સાથે જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.