Abtak Media Google News

સિક્કાની બીજી બાજુ અશોક સ્તંભ અને રુપિયાનું નિશાન છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અહીં સંસદ ભવનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના ચિત્રવાળો રૂ. 100નો એક સિક્કો જાહેર કર્યો છે. 35 ગ્રામ વજનના આ સિક્કાની એક બાજુ અટલજીના નામ સાથે તેમનું ચિત્ર છે. નામ અંગ્રેજી અને દેવનાગરીમાં લખ્યું છે. તસ્વીરની નીચે અટલજીના જન્મનું વર્ષ 1924 અને મૃત્યુનું વર્ષ 2018 અંકિત કરવામાં આવ્યું છે.

સિક્કાના બીજા છેડે અશોક સ્તંભનું નિશાન છે. તેમાં નીચે સત્યમેવ જયતે લખ્યું છે. આ છેડે નીચે એક બાજુ દેવનાગરીમાં ભારત લખ્યું છે. જ્યારે બીજી બાજુ અંગ્રેજીમાં ઈન્ડિયા લખ્યું છે. સ્તંભની નીચે રૂપિયાનું નિશાન છે અને તેની કિંમત 100 અંકિત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.