Abtak Media Google News

Table of Contents

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું રંગેચંગે લોકાર્પણ: જાજરમાન સમારોહમાં દિગ્ગજ નેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ

૧૯૦૦ સ્કવેર મીટરમાં ફેલાયેલું સરદાર પટેલનું સ્મારક આજથી ખુલ્લુ મુકાયું: વડોદરા જિલ્લો દેશનું આગવું પ્રવાસન સ્થળ બનવાની દિશામાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટની સ્થાપના સૌપ્રથમ ૭ ઓકટોબર, ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી. ૨૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના ૧૨ કિ.મી વિસ્તારના એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ આ પ્રોજેકટની યોજના બનાવવામાં આવી હતી. આ પ્રતિમા માટે ગામડાના ખેડુતો પાસેથી લોખંડ અને તેમાં ઉપયોગમાં લેવાતા જરૂરી સાધનો દાન સ્વરૂપે એકત્ર કરાયા હતા. ૫ લાખ ખેડુતો પાસેથી દાનની અપેક્ષા કરાઈ હતી જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ અપાયું હતું.

૬ લાખ ગામોમાંથી લોખંડ તેમજ જરૂરી સાધનો એકત્ર કરવા માટે ત્રણ મહિનાની સઘન રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવાઈ હતી જેમાં ૫૦૦૦ મેટ્રીક ટનથી વધુ આયર્ન એકત્ર કરવામાં આવ્યું હતું બાદમાં ૩૧ ઓકટોબર ૨૦૧૪માં પ્રતિમાનું બાંધકામ શરૂ થયું હતું.

સ્ટેચ્યુ સુધી પહોંચવા માટે ૫ કિમી બોટ રાઈડીંગની સુવિધા પણ કરવામાં આવી છે. સ્ટેચ્યુને નજર રાખતા વિશાળ આધુનિક કેનોપીડ પબ્લીક પ્લાઝાનો સમાવેશ થાય છે. જેમાં ખાનપાનની દુકાનો, અલંકૃત ભેટની દુકાનો અને અન્ય સવલતોનો સમાવેશ થાય છે.

ગુજરાતીઓના ગૌરવસમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સમર્પિત કરી છે. આજરોજ કેવડીયા પાસેના સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકનું જાજરમાન લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં દિગ્ગજ નેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ રહી હતી. આજથી આ સ્મારક ખુલ્લુ મુકાતા વડોદરા જિલ્લાએ દેશના આગવા પ્રવાસન સ્થળ બનવાની દિશામાં પ્રયાણ કર્યું છે.6 36આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે તેઓની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે. આ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે જ ગુજરાત પહોંચી ગયા હતા. રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને તેઓ રાજભવન ગયા હતા.

બાદમાં રાજભવન ખાતે તેઓએ રાત્રીનું ભોજન લઈને રાત રોકાણ કર્યું હતું ત્યારબાદ આજે સવારે તેઓ ૭:૪૫ કલાકે હેલીકોપ્ટર મારફતે કેવડીયા જવા રવાના થયા હતા જોકે તેઓના હેલીકોપ્ટરના એસીમાં ખામી સર્જાતા તુરંત વાયુ સેનાનું હેલીકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું.4 73બાદમાં વાયુ સેનાના હેલીકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે પહોંચ્યા હતા જયાં તેઓએ કાયા પલટ થયેલ વેલી ઓફ ફલાવર્સના કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાદમાં તેઓ ૧૦:૦૦ વાગ્યાના અરસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાજરમાન લોકાર્પણ સમારોહમાં પહોંચ્યા હતા. આ સમારોહ દરમિયાન તેઓએ સ્મારકના પરીસરમાં શિવલીંગને દુગ્ધાભિષેક કર્યો હતો.

૧૮૨ મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રસંગે જાજરમાન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા ૯૦૦ જેટલા કલાકારોએ પોત-પોતાના રાજયોની સંસ્કૃતિની ઝાંખી રજુ કરી હતી. કુલ ૩૩ રાજયોની અલગ-અલગ સંસ્કૃતિઓની ૪૦ જેટલી કૃતિઓ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ ઉપરાંત અનેક વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો નિહાળી ઉપસ્થિત સૌ મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો ખિતાબ આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને સતાવાર રીતે મળી રહ્યો છે જેથી અગાઉ પ્રથમ ક્રમે રહેલી ચીનની સ્પ્રીંગ ટેમ્પલ બુઘ્ધાની ૧૫૩ મીટર ઉંચી પ્રતિમા આજથી બીજા ક્રમે ખસેડાઈ છે.3 105નોંધનીય છે કે, આજથી ખુલ્લા મુકાયેલા સરદાર પટેલના વિશાળકાય સ્મારકના કારણે વડોદરા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હવે દોડ મુકવા જઈ રહ્યો છે. એક અંદાજ મુજબ દરરોજ ૧૫ હજાર જેટલા પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીમાં રોકાણ પણ એક આહલાદક અનુભવ બની રહેશે.

આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, મંત્રી મંડળના સભ્યો ગણપતભાઈ વસાવા, જયેશભાઈ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને સૌરભભાઈ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની તેમજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી માટે આપેલું યોગદાન તેમજ દેશની અખંડતા અને એકતા માટે કરેલા પ્રયાસોને વાગોળવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાનુભાવોએ સરદાર વલ્ભભાઈ પટેલને ભાવભેર ભાવાંજલી પણ અર્પણ કરી હતી.

વેલી ઓફ ફલાવર્સ: ફુલોના મેઘધનુષી રંગોનું મનમોહક નજરાણુંDqzolh0V4Aarikoવિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરવા વેલી ઓફ ફલાવર્સની કાયા પલટ કરવામાં આવી હતી. નર્મદા કિનારે ૧૭ કિલોમીટરમાં ફેલાયેલા વેલી ઓફ ફલાવર્સમાં પ્રવાસીઓને ફુલોના મેઘધનુષ્ય રંગોનું મનમોહક નજરાણું માણવા મળશે.

વેલી ઓફ ફલાવર્સમાં પીળો-લાલ ગરમાળો, ચંપો, ખાખરો, પોંગારો, ગલતારો, ટેકોમાં, આલામંડા કેથટીકા, વાસની વેલોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘાસની રંગીન પ્રજાતી વેલી ઓફ ફલાવર્સને વધુ સુંદર બનાવશે. ગલગોટા, કેન્ડુલા, સુર્યમુખી અને વિંન્કા જેવા રંગીન ફુલોની ૧૦૦ જેટલી પ્રજાતીઓ અહીં પ્રવાસીઓને જોવાનો લ્હાવો મળશે. પ્રથમ તબકકે વેલી ઓફ ફલાવર્સની ૨૫૦ હેકટર વિસ્તારમાં બનાવવામાં આવી છે.

ત્યારબાદ ધીમે-ધીમે ૩૦૦૦ હેકટરમાં આ વેલીને આવરી લેવામાં આવનાર છે. ૩૨,૫૦૦ ચો.મી. વિસ્તારમાં ટપક સિંચાઈ પઘ્ધતિ દ્વારા ફુલછોડને પાણી આપવામાં આવે છે. વેલી ઓફ ફલાવર્સમાં બે તળાવોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ એડવેન્ચર પાર્ક, સેલ્ફી વીથ સ્ટેચ્યુ, ગાર્ડન ઓફ ફાઈવસેન્સ સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

સહેલાણીઓને રોકાણનો આહલાદ્ક અનુભવ પુરો પાડશે ટેન્ટ સિટીDqzsp7Yu4Aai2A7સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભવ્ય ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટી અહીં આવનાર સહેલાણીઓને રોકાણનો આહલાદક અનુભવ પુરો પાડશે. ટેન્ટ સિટીમાં રોકાણ કરનાર સહેલાણીઓ કુદરતનું સાનિઘ્ય તેમજ શાંત વાતાવરણનો અનુભવ કરી શકશે.

નર્મદા નદીના કુદરતી સૌંદર્ય વચ્ચે તળાવ નં.૩ અને તળાવ નં.૪ના કિનારે ૫૦ હજાર ચોરસ મીટર અને ૨૦ ચોરસ મીટર એમ બે સ્થાન પર ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટીમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, રોડ, વિજળી, પીવાનું પાણી જેવી સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે. તળાવ નં.૪ નજીકના પ્રથમ ટેન્ટ સિટીમાં ૫૦ ટેન્ટ અને તળાવ નં.૩ના કિનારે આવેલા બીજા ટેન્ટ સિટીમાં ૨૦૦ ટેન્ટ બાંધવામાં આવ્યા છે.

પ્રવાસીઓને વડોદરાથી ટેન્ટ સિટી ખાતે આવવા-જવાની તેમજ અન્ય ફરવા લાયક સ્થળો સુધીની પરીવહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ટેન્ટ સિટીના રીસેપ્શન એરિયામાં સરદાર પટેલના જીવન-કવન સાથે સંકળાયેલા ક્વિઝ પણ લગાવવામાં આવી છે.

આ ઉપરાંત આખું ટેન્ટ સિટી સૌરઉર્જાથી ઝળહળે તે માટે ૨૫૦ કિલો વોટ સૌરઉર્જા ઉત્પન્ન કરતી તરતી સૌર પેનલો મુકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સંકુલ ૨ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ત્યારે સમગ્ર વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ ૧૦૦ જેટલા કામદારોને આ વિસ્તારને સ્વચ્છ રાખવાની ફરજ સોંપાઈ છે. આ સાથે સંકુલ ખાતે તાલીમ પામેલા ગાઈડની સેવા પણ ઉપલબ્ધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.