Abtak Media Google News

ક્વૉન્ટિકોની ત્રીજી સીઝન બનાવવામાં આવશે કે નહીં એ જાહેર થયા બાદ ફિલ્મ વિશે તે જાહેરાત કરશે 

પ્રિયંકા ચોપડા હાલમાં મુંબઈમાં છે અને તેણે બૉલીવુડની ત્રણ ફિલ્મની સ્ક્રિપ્ટ શૉર્ટ-લિસ્ટ કરી છે. પ્રિયંકા અમેરિકામાં તેની ‘કવૉન્ટિકો’ની બીજી સીઝન પૂરી કરીને ભારત આવી છે. જોકે તે આ સિરિયલની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવે એ વિશે રાહ જોઈ રહી છે. આ સીઝન અને બૉલીવુડની ફિલ્મ વિશે પ્રિયંકા કહે છે, ‘મારી સિરિયલની ત્રીજી સીઝન બનાવવામાં આવે કે નહીં એની જાહેરાત મેમાં કરવામાં આવશે. તેથી એ વાતને ધ્યાનમાં રાખીને મેં એક ઍક્ટર તરીકે બૉલીવુડની ત્રણ ફિલ્મોની સ્ક્રિપ્ટ શૉર્ટ-લિસ્ટ કરી છે. હું પ્રોડ્યુસર તરીકે આ વર્ષે છ ફિલ્મ બનાવી રહી છું જે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું મારી ફિલ્મોની જાહેરાત હાલમાં કરી શકું એમ નથી કારણ કે મને મારી તારીખો વિશે હાલમાં કોઈ જ માહિતી નથી. હું હાલમાં ‘ક્વૉન્ટિકો’ની ચૅનલ સાથે કૉન્ટ્રૅક્ટ પર છું. તેથી તેઓ આ સિરિયલની ત્રીજી સીઝન બનાવવાનો નિર્ણય લે કે નહીં ત્યાર બાદ જ હું કોઈ પણ જાહેરાત કરી શકું એમ છું.’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.