Abtak Media Google News

રવિવારથી ફરી ત્રણ દિવસ કમોસમી વરસાદની વકી: ઠંડા પવનો પણ ફૂંકાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે ઝાકળવર્ષાનો અદભુત નજારો જોવા મળ્યો હતો. જો કે આજે સવારે વાતાવરણ ચોખ્ખુ જોવા મળ્યું હતું. જો ક રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી જેટલું રહેવા પામ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે આજે અને કાલે એમ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં માવઠા પડવાની આગાહી કરી છે જેની અસરતળે સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠાના સમાચાર આવ્યા છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને પગલે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદ પડવાની શક્યતા છે.

Advertisement

ડાંગ, વલસાડ, તાપી સાપુતારા તો પંચમહાલ, દાહોદ , મહીસાગર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ૧૮થી ૨૧માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે.

વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ૨૧થી ૨૩ ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદની શક્યતા હોવાથી સવારે ઠંડા પવન ફૂંકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.