Abtak Media Google News

ગુજસીટોકના આરોપીની ધરપકડ વેળાએ તેની બહેન સાથે ગેરશિસ્ત આચરતા ભાવનગર રેન્જ દ્વારા લેવાયા પગલા

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે ક્ષત્રિય મહિલા સાથે અશોભનિય વર્તન તેમજ ગેરશિસ્ત આચરવા બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલને ફરજ મોકુફ કરતા ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના લુવારા ગામે અશોકભાઇ જૈતાભાઇ બોરીચા વોન્ટેડ હતા તેઓની ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ તથા SOG  લુવારા ગામે ૨૬/૦૧/૨૦૨૧ના રોજ રેડ કરવા ગયેલ હતાં. તે દરમ્યાન અમરેલી જિલ્લાના SOG ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ  સંજયકુમાર ગીગાભાઇ પરમાર એ અશોકભાઇ જૈતાભાઇ બોરીચાના બહેન હેમુબેન W/O દિનેશભાઇ વાસ્તુરભાઇ ખાચરનાઓ સાથે અશોભનિય વર્તન કરેલ

જે શિષ્તબધ્ધ પોલીસ ખાતાના સભ્ય હોવા છતાં હેમુબેન સામે ગેરશિસ્ત આચરી, અશોભનિય વર્તન કરી ફરજમાં નિષ્કાળજી અને ગેરશિસ્ત દાખવેલાનું જણાઇ આવેલ હોય તેઓએ ગુજરાત રાજ્ય સેવા વર્તૂણંક નિયમોનો ભંગ કરવાની કસુર કરેલ હોય જે કસુર સબબ પોલીસ હેડ કોન્સ્ટેબલ  સંજયકુમાર ગીગાભાઇ પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા સમગ્ર બાબતને ધ્યાનમાં લઇ ભાવનગર રેન્જ વડા અશોક કુમાર  દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઇ પરમારને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.