Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા તા.૨૮-૦૯-૨૦૨૦ થી તા.૦૬-૧૦-૨૦૨૦ દરમ્યાન ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા  મેજીસ્ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિ ગીર સોમનાથ દ્વારા નીયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગો આસપાસ પરિક્ષાઓમાં ચોરીના દુષણને ડામવા  તથા પરીક્ષા શાંતીપુર્ણ માહોલમાં યોજવા તેમને મળેલી સત્તોની રૂએ પરીક્ષાના નિયત સ્થળોને આવરી લઇ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.

પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ માર્ગ ચોકમા, કે ગલીઓમાં ચાર કે તેથી વધારે લોકોએ એકઠા થવુ નહીં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,  ૨૦૦ મિટરના; વિસ્તારમાં કોપીંઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ/મશીન ધારકોએ તેઓનાં કોપીઇંગ મશીન ચલાવવા નહીં,કે કોઇ પણ પત્રો,દસ્તાવેઝો, કાગળોની નકલ કરવી નહીં, ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષા કેન્દ્રોનાં ભવન/બિલડીંગોનાં મુખ્યો પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા કરી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશીકા (ફી રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીઓને જ પ્રવેશ આપવાનો રહેશે.પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકો બિલ્ડીંગ કંડકટર,ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે.

પોલીસ કર્મચારીઓએ શાળાનાં મુખ્યી પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગ ખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન,પેજર, કેલ્ક્યુ લેટર,વિગેરે ,પુસ્તક,કાપલી,ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્થળમાં લઇ જવા નહીં  અને તેમાં મદદગારી કરવી નહીં

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્તાંરમાં દાખલ થવુ નહીં, કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી  મદદગારી કરવી કે કરાવવી નહીં.

પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની ખલેલ ભય પહોંચે તેવુ કૃત્ય કરવુ નહીં. પોતાનાં અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને, લગ્નનો વરઘોડો કે અંતિમયાત્રાને તેમજ ફરજની રૂએ જે કર્મચારીને મુક્તિ આપવામાં આવી હોય તેવી વ્ય ક્તિઓને એકત્રીત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ તા.૨૮-૦૯-૨૦૨૦ થી તા.૦૬-૧૦-૨૦૨૦ દરમ્યાન સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૭ કલાક સુધી લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.