Abtak Media Google News

પત્રકારત્વ ભવનમાં ઈલે.કોમ્યુનિકેશન પરિસંવાદ

એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન દ્વારા ઈલેકટ્રોનિક કોમ્યુનિકેશન ઈન ચેન્જિંગ ટાઈમ્સ વિષય પર બે દિવસીય સેમિનારનું ઉદ્દઘાટન સત્ર યોજાયું  હતું કાર્યક્રમનો આરંભ પ્રાર્થના  તથા દિપ પ્રાગટય સાથે કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું. કે ઈલેકટ્રોનિકસ કોમ્યુનિકેશન આર્શીવાદ તોે કયારેક અભિશાપ પણ છે. એક સામાન્ય માનવી માધ્યમ પાસેથી સાચી માહિતીની અપેક્ષા રાખે છે.સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓને સત્ય તરફ દોરી જનાર મિડીયાનું યોગ્ય પ્રગટિકરણ આવશ્યક છે.ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીઓેએ ગુજરાત  અને ગુજરાત બહાર ગૌરવ અપાવ્યું છે. વૃક્ષ જેવા બનો વૃક્ષની માફક મુળને પકડી રાખો, સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ અને જમાનામાં આવતાં બદલાવને સ્વીકારીએ સેમિનારના મુખ્ય અતિથિ અને લેખત, ચિત્રલેખાના સૌરાષ્ટ્ર બ્યુરોચીફ જવલંત છાયાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પત્રકારત્વની આવતી કાલ છે ઘટનાની આરપાર ઉતરવાનું ને સત્ય શોધી લાવવું એ તેમનું પ્રથમ કાર્ય છે.આજે પણ લોકોને  પત્રકારત્વ પર વિશ્ર્વાસ છે .સાચું અને તટસ્થ લખવું  તથા સમાજહિત માટે જ લખાવ્યુ શીખ આપી હતી.

તેમણે એ વાત પર ભાર મુકયો હતો કે માધ્યમનો હેતુ મનોરંજન નહિ પરંતુ મનોમંથન છે.ભવનના ઈન્ચાર્જ હેડ તુષારભાઈ ચંદારાણાએ ઉદાણીએ કહ્યું હતું કે સાંપ્રત સમયમાં માર્શલ મેકલુહાનની પ્રત્યાયનની થિયરી કેટલી સાર્થક છે તે આધુનિક માધ્યમો દ્વારા જાણી શકાય છે. આ પ્રસંગે ભવનના જ વિદ્યાર્થીઓએ મુલાકાતી અધ્યાપક  નિલેશ પંડયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ સામયિક લક્ષ્યવેધનું પણ ઉપસ્થિત મહાનુભવો દ્વારા વિમોચન કરાયું હતું.કાર્યક્રમનું સંચાલન ભવનના પ્રોફેસરન ડો.યશવંત હિરાણીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. તુપ્તિ વ્યાસે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.