Abtak Media Google News

રાજયમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનું અનેરૂ પગલુ

રાજકોટ જિલ્લા સચિવ ડો. રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહને લીધી કાઉન્સલીંગ સેન્ટરની મુલાકાત :સવારે ૯ થી રાત્રીના ૯ દરમ્યાન કુલ ૬૦ લોકોની ટીમ બે શિફ્ટમાં ફોનથી હોમ ક્વોરેન્ટાઇન લોકોનું કાઉન્સિલિંગ કરે છે

હોમ ક્વોરેન્ટાઇન લોકોને કોઈપણ પ્રકારની તકલીફ હોઈ તો તેઓ સેન્ટરના ૯૪૯૯૮ ૧૨૧૯૨ અથવા ૯૪૯૯૮ ૧૧૦૯૪ ઉપર સંપર્ક કરવો

કોરોના વાઇરસના સંક્રમણને નાથવા વિવિધ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જે લોકો વિદેશથી આવેલા હોઈ અથવા તેમના સંપર્કમાં આવેલા હોઈ તેવા લોકોને ૧૪ દિવસ માટે  હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે.

આવા લોકોને ઘર-પરિવારથી દૂર રહેવું પડતું હોઈ એકલતાના કારણે માનસિક પરિસ્થિતિ મજબૂત બની રહે તેમજ કોઈ તકલીફ હોઈ તો તેમને યોગ્ય પ્રતિભાવ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતમા રાજકોટ જિલ્લામા પ્રથમ સાયકોલોજીકલ ઇન્ટરવેન્શન સેન્ટર કલેકટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, દહેજ પ્રતિબંધક વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગની ટીમ દ્વારા ૬૦ લોકો બે શિફ્ટમાં હોમ ક્વોરેન્ટાઇન લોકોને પાંચ સેશનમાં વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા તેમની માનસિક પરિસ્થિતિ સમજી યોગ્ય માર્ગદર્શન તેમજ દવા પુરી પાડશે. હોમ ક્વોરેન્ટાઇન લોકો જરૂર જણાય તો સામેથી સેન્ટરના ૯૪૯૯૮ ૧૨૧૯૨ ૯૪૯૯૮ ૧૧૦૯૪ પર સંપર્ક કરી દિવસ દરમ્યાન માર્ગદર્શન મેળવી શકશે.

ઇન્ટરવેન્શન  સેન્ટરના અધ્યક્ષ ડો. જનકસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કિરણબેન મોરીયાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિ ના મનોવિજ્ઞાન ભવનના પ્રો.  ડો. યોગેશ જોગસાણએ જણાવ્યું હતું કે, હોમ ક્વોરેન્ટાઇન લોકો કોરોનાના દર્દી નથી, તેઓ માત્ર તેમના સંપર્કમાં આવ્યા હોઈ તેમની સાથે માત્ર શારીરિક અંતર રાખવું પરંતુ તેમને માનસિક સધિયારો પૂરો પાડવો જોઈએ. સગા સંબંધીઓએ માત્ર ફોનથી તેમના ખબર અંતર પૂછવા અને હિંમત આપવા જેવા સૂચનો કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.