Abtak Media Google News

ગુજરાતનાં સૌ પ્રથમ મનોવિજ્ઞાન મેળામાં નિષ્ણાંતોનું વ્યાખ્યાન, વ્યવસાયીક ક્ષેત્રોની સમજ,અને મનોવિજ્ઞાન સાંપક્રત સમયમાં શા માટે જરૂરી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

સૌ.યુનિ. મનોવિજ્ઞાન પરિવાર શુક્રવારે મનોવિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. મેળાનો સમય સવારે ૧૧ થી સાંજના ૬ વાગ્યા સુધી હશે મનોવિજ્ઞાન ભવનની સામે મુખ્ય રંગમંચના પટાંગણમાં મેળો યોજાશે. ગુજરાતમાં મનોવિજ્ઞાન મેળો પ્રથમ હોવાથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે આ મેળાનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિ.ના નવનિયુકત કુલપતિ ડો. નીતીનભાઈ પેથાણી તથા કુનાયક ડો. વિજયભાઈ દેશાણી કરશે.

મનોવિજ્ઞાન મેળાથી મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન વિષયમાં વ્યવસાયીક ક્ષેત્રો કયાં કયાં છે અને કઈ રીતે તે વ્યવસાયમાં જોડાય શકે તેના વિશે દ્વારકા કોલેજના અધ્યાપક ડો. ભાવેશ લોઢીયા માહિતી આપશે. મનોવિજ્ઞાનના જુદા જુદા શિક્ષણ, સ્મરણ અને સામાન્ય સમસ્યાને સંબંધીત પ્રયોગો છે. તેના વિશેની સમજ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે.

મનોવૈજ્ઞાનિક કસોટીઓનું નિદર્શન, મનોવૈજ્ઞાનિક રોગોનાં સંદર્ભમાં જુદા જુદા ચાર્ટનું પ્રદર્શન જામનગર, મોરબી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટની જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ રજૂ કરશે. ચિતા, મનોભાર ડીપ્રેશન આક્રમકતા, વ્યંકિતત્વ માપન અને ત‚ણોની સમસ્યાઓ વગેરે વિશેનું માપન અને યોગ્ય સલાહ ભવનના તેજસ્વી વિદ્યાર્થીઓ અને પીએચડી થયેલા અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ આપશે જાણીતા ડોકટર કમલ પરીખ રોગો પર મનોવૈજ્ઞાનિક અસર વિશે નિષ્ટણાંત વ્યાખ્યાન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.