Abtak Media Google News

કોરોના મોનીટરીંગ માટે તંત્રની વધુ એક પહેલ

લોક આરોગ્ય સુરક્ષામાં તબીબી સાધનો ઉપયોગી બનશે: કલેકટર

કલેકટર  શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે આઇ. ઓ.સી.એલ. અને ગુજરાત રિફાઈનરી સાથે સાધેલા સફળ સંકલનના પગલે લોહીમાં ઓકિસજન નું પ્રમાણ માપવામાં ખૂબ ઉપયોગી ૫૦૦ પલ્સ ઓકિસમીટર અને ૧૦૦ શરીરનું તાપમાન માપવા માટેની ર્મલ ગન ઉપલબ્ધ ઇ છે.કોરોના વિષયક પ્રામિક નિદાન અને તકેદારી માટે ખૂબ જ ઉપયોગી આ સાધનોનું જિલ્લાના ૪૨ પ્રામિક આરોગ્ય કેન્દ્રો અને ૪ નગર પાલિકામાં આવેલા અર્બન હેલ્ સેન્ટર ખાતે તેમજ ફિલ્ડમાં આરોગ્ય સર્વેનું કામ કરતી ટીમોના ઉપયોગ માટે જિલ્લા કલેકટર  શાલિની અગ્રવાલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ માં આઇ. ઓ.સી. એલ.- ગુજરાત રિફાઈનરી ના ઇ. ડી.સુધીર કુમાર પણ જોડાયાં હતા.

Advertisement

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે હાલમાં આરોગ્ય ટીમો દ્વારા કોરોના સામે સાવચેતી રૂપે ગ્રામ વિસ્તારમાં ખાસ કરીને કો મોર્બિદિતી ધરાવતા લોકો,સિનિયર સિટીઝન અને બાળકોનું આરોગ્ય સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમને પણ આ સાધનો આપવામાં આવશે. આમ,લોક આરોગ્યની રક્ષામાં આ સાધનો ખૂબ ઉપયોગી બની રહેશે. તેમણે જણાવ્યું કે પલ્સ ઑક્ષિમિટર લોહીમાં ઑક્ષિજન નું પ્રમાણ અને ધબકારા ની ગતિ સંખ્યા દર્શાવે છે. કોરોના પ્રામિક લક્ષણો ધરાવતી વ્યક્તિ ને દવાખાનામાં દાખલ કરીને સારવાર આપવી કે ઘેર રાખીને સારવાર આપવી એનો નિર્ણય લેવામાં આ સાધન ખૂબ ઉપયોગી છે.એટલે લોક આરોગ્યની રક્ષામાં તેનો ખૂબ ઉપયોગી વિનિયોગ થઈ શકશે.

આ ઉપરાંત ચોમાસામાં બચાવ અને રાહતનું કામ કરનારી એન. ડી. આર. એફ. એસ. ડી. આર.  એફ. ઇત્યાદિ ની ટુકડીઓ દ્વારા ઉપયોગમાં લેવા માટે આ સાધનોનો જથ્થો અનામત રાખવામાં આવશે.

કોરોના સંકટ વાળા વિસ્તારોમાં સલામતી અને સાવચેતી સાથે બચાવની કામગીરીમાં ટીમો તેનો ઉપયોગ કરશે.

જિલ્લા કલેકટરે આ ઉપયોગી તબીબી સાધનોની સહાયતા માટે આઇ. ઓ.સી.એલ.ને ધન્યવાદ આપ્યાં હતાં અને કોરોના સંકટમાં વહીવટી તંત્રને મદદરૂપ થવાની ભાવના ને બિરદાવી હતી.

આઇ. ઓ.સી.એલ.- ગુજરાત રિફાઈનરી ઇ. ડી.સુધીર કુમારે જણાવ્યું કે અમારી સંસ્થા લોકો તંદુરસ્ત તો દેશ તંદુરસ્ત ના સૂત્રને અનુસરીને કોરોના સંકટના મુકાબલામાં વિવિધ રીતે મદદ કરી રહી છે. કોરોના મોનીટરીંગ માટે આ પાયાના સાધનો છે જે આરોગ્ય સાચવણીમાં ખૂબ ઉપયોગી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.