Abtak Media Google News

LPG સિલિન્ડરમાં સતત બે મહિના ભાવ ઘટાડા બાદ એક સામટો વધારો ઝીંકાયો

Commercial

Advertisement

નેશનલ ન્યૂઝ

LPG સિલેન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઇંધણ કંપનીઓએ વ્યાવસાયિક LPG સિલેન્ડરની કિંમતોમાં મોટો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ 19 કિલોનું સિલેન્ડર 209 રુપિયાથી મોંઘુ થયુ છે.

ઓક્ટોબરમાં નવરાત્રી, દશેરા જેવા તહેવારો ઉજવાવમાં આવનાર છે. ત્યારે હવે તહેવારો ટાંણે જ LPG સિલેન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ ભારણ વધશે. ઇંધણ કંપનીઓ દ્વારા LPGના 19 કિલોના કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ અને ડોમેસ્ટિક બંને LPG સિલિન્ડરની કિંમત દર મહિનાના પહેલા દિવસે રિવાઇઝ કરવામાં આવે છે. અગાઉ ઓગસ્ટમાં પણ ઓઈલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 99.75નો ઘટાડો કર્યો હતો. તો બીજી તરફ જયપુરમાં પણ કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે જ સમયે, કોમર્શિયલ LPG સિલિન્ડર 202 રૂપિયા મોંઘું થયો છે. હવે તે 1552 રૂપિયાના બદલે 1754 રૂપિયામાં મળશે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 906 રૂપિયા જ રહેશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 ઓગસ્ટે કેન્દ્ર સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત આપી હતી. આ માટે ઘરોમાં ઉપયોગમાં લેવાતા LPG  સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ દિલ્હીમાં 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત 903 રૂપિયા થઈ ગઈ જે પહેલા 1,103 રૂપિયા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.