Abtak Media Google News

સાયકલ ફકત કસરત કે શારીરીક તંદુરસ્તી માટે જ નથી, મનોરંજન માટે પર જરૂરી

સાયકલ સૌથી સસ્તી અને પ્રદુષણ મૂકત સવારી છે. આપણે સૌ જાણીએ છીએ કે સાયકલના કેટલાક શારીરીક તેમજ માનસીક ફાયદાઓ છે. જેનો લાભ લોકો લઈ શકે માટે શહેરોમાં સાયકલોફોનનું ભવ્ય આયોજન થતું હોય છે. તો એવી જ સાયકલોફોનની રાણી વેદાંગી ૨૯ હજાર કિ.મી. સાથે વિશ્ર્વ ખેડનાર સૌથી ઝડપી ભારતીય બની છે. પૂનામાં રહેતી ૨૦ વર્ષિય વેદાંગી કુલકર્નીએ તેની સાયકલ શરૂઆત કોલકતાથી કરી હતી જેણે બાદમાં આખા વિશ્વ ની સવારી સાયકલના સહારે કરી હતી.વિશ્વ ને સાયકલની દુનિયાથી ફરવાની શરૂઆત તેણે જુલાઈમાં પર્થથી કરી હતી. હવે વધુના રકોર્ડ સર્જવા તે ઓસ્ટ્રેલીયન શહેરોમાં પ્રવાસ કરી રહી છે.

વેદાંગીએ કહ્યું કે તેણે રોજના ૩૦૦ કિ.મી.નું અંતર કાપી ૧૪ દેશોમાં ફરવા માટે ૧૫૯ દિવસો પેડલ માર્યા હતા. જેમા તેણે વિશ્વ ના સૌથી સારા અને ખરાબ સ્થળોની મુલાકાત લીધી હતી. વેદાંગીના પિતા વિવેક કુલકર્નીએ કહ્યું કે મારી દિકરીના સાહસને ખૂબ ઓછા લોકો સમજી શકયા પરંતુ આજે તે સાયકલથી વિશ્વ ખેડનાર સૌથી ઝડપી એશિયન બની. જેનો મને ગર્વ છે. બ્રિટેનના એડવેન્ચર ૩૮ વર્ષિય જેની ગ્રાહમ ૨૦૧૮માં ૧૨૪ દેશોની સાયકલ સવારી કરનાર વિશ્વ ની સૌથી ઝડપી મહિલા છે.જેણે માત્ર ૩ અઠવાડીયાનાં સમયગાળામાં વિશ્વ આખુ ફરી રેકોર્ડ સર્જયો હતો. વેદાંગી લંડનની યુનિવર્સિટીમાં સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. તેણે વધુમાં કહ્યું કે પોતે સાયકલીંગ કરવા બે વર્ષથી તૈયારી કરી રાખી હતી. જેમાં તેણે રૂટ, સ્થળો, સમયની પ્લાનીંગ કરી હતી. વેદાંગીને મુસાફરી દરમ્યાન ૮૦ ટકા રૂટોમાં કોઈ કંપની મળી ન હતી. સાયકલ સફર દરમ્યાન તેની સાથે જરૂરી લગેજ, સામાન અને ઉપયોગી વસ્તુઓ પણ રહેતી, પર્થથી શરૂ કરી ઓસ્ટ્રેલીયા, બ્રિસબેન, ન્યુઝિલેન્ડ પણ ફરી છે. મોટાભાગે તેની રાઈડ માટે તેના માતા-પિતાએ ખર્ચ ઉપાડયો છે.તાજેતરમાં જ વેદાંગી પોટર્યુગલ, સ્પેન, ફ્રાન્સ, બેલ્જીયમ, જર્મની, ડેનમાર્ક ,સ્વીડન, અને ફિનલેન્ડ ફરી રશીયામાં પ્રવેશી હતી. તે માયનસ ૨૦ ડિગ્રીથી લઈને ૩૭ ડિગ્રી તાપમાન સુધીના વાતાવરણમાં પણ સાયકલ સવારી કરી ચૂકી છે. રાજયમાં પણ સાયકલને પ્રોત્સાહન આપવા સાયકલોફન જેવી પ્રવૃત્તિ થાય છે.જેમાં જોડાતી મહિલાઓ માટે વેદાંગી મિશાલ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.