Abtak Media Google News

સર્વે રાજકોટ કહે આ મારી કથા છે: સાત સ્થળેથી હનુમાનજીના રથ સાથે  રાજમાર્ગો ઉપર નિમંત્રણ રેલી નીકળશે, કથામાં 1 હજાર કરતા વધારે વધુ સ્વયંસેવકો સેવા માટે ખડેપગે: કથામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રોતાગણોને તરબોળ કરશે

પોથીયાત્રામાં હાથી, ઉંટગાડી, બળદગાડી, બુલેટ-બાઈક, બગી, નાસીક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ બનશે આકર્ષણનું  કેન્દ્ર

કળીયુગના હાજરાહજુર દેવ  હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં પ્રથમ વખત  હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન તારીખ 27  તારીખ 1 જાન્યુઆરી  સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે . જેમાં સાળંગપુરધામના  હરિ પ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે.અત્યારે યુવાનોમાં વેસ્ટર્ન કલ્ચરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માટે તેમજ આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરવા માટે રાજકોટ શહેરમાં પ્રથમ વખત  હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે . આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સર્વ સમાજને સાથે રાખીને ચાલવાનો છે . તેમજ દરેક સમાજના લોકોમાં દેશદાઝ પ્રજવલીત કરવાનો છે . સાથે જ ખોટા માર્ગે જઈ રહેલા યુવાનોને સાચા રસ્તે લાવવાનો છે .

Advertisement

Screenshot 13 11

કથાના પ્રારંભ પૂર્વે આગામી તારીખ 24 ના રોજ મોરબી રોડ ઉપર આવેલી મધુવન સ્કુલ , કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટી , ગોંડલ રોડ ઉપર આવેલી પી.ડી.એમ. કોલેજ , રૈયા રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક , સોરઠીયા વાડી સર્કલ , પાળ ગામે આવેલી સર્વોદય સ્કુલ તેમજ રૈયા રોડ ઉપર આવેલી ન્યુ એરા સ્કુલ સહિતના સાત સ્થળોએથી સાંજે પાંચ કલાકે એકી સાથે હનુમાનજીના રથ સાથે રાજમાર્ગો ઉપર નિયંત્રણ રેલી નિકળશે . જે નિમંત્રણ રેલી સાંજે 7.30 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે . આ ઉપરાંત નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને પુષ્પવર્ષા સાથે સ્વયંસેવકો શહેરના રાજમાર્ગો ઉપર ફરશે . આ ઉપરાંત નિમંત્રણ રેલીમાં આવનારા તમામ મંદિરોમાં જઈને મંદિરના પુજારીઓને નિમંત્રણ પાઠવશે . દરેક સ્થળોએ ઉપર નિમંત્રણ રેલીનું આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત અને સન્માન કરાશે .

ે રેસકોર્સમાં આવેલા કથા સ્થળે મેઈન સ્ટેજ 45 * 80 ફૂટનું રહેશે . તેમજ સ્ટેજ ઉપર 28 * 10 ફૂટની બે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવાઈ છે . તો સ્ટેજની એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે . તેમજ વ્યાસપીઠના પાછળના સ્થાને 26 * 26 ફૂટની હનુમાનજી મહારાજનું વિશાળ કટઆઉટ રાખવામાં આવ્યું છે . તેમજ કથા સ્થળ ઉપર મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની આભિભૂતી કરાવતું મંદિર બનાવાયું છે . આ ઉપરાંત શ્રોતાગણો માટે 12 * 20 ફૂટની 7 જેટલી વિશાળ એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે.

કથાના પ્રારંભ પૂર્વે દરરોજ સાંજે 7.30 થી 8.30 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં દિલ્લી અને જયપુરની ટીમ દ્વારા ગણપતિ વંદના , ભારતમાતા વંદના , શિવતાંડવ , રામ દરબાર , રાધાકૃષ્ણ રાસ સહિતના કાર્યક્રમો રજુ કરશે . તેમજ કથાના દિવસો દરમયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી શ્રોતાગણોને તરબોળ કરશે.

હનુમાન તારીખ 27 ડિસેમ્બર , 2022 થી તારીખ 1 જાન્યુઆરી , 2023 ના રોજ યોજાનારી આ શ્રી  ચાલીસા યુવા કથાનો પ્રારંભ સાંજે 8.30 કલાકથી રાત્રીના 11.30 કલાક સુધીનો રહેશે . જેમાં વ્યાસપીઠે સાળંગપુર ધામના  હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાગણોને કથાનું રસપાન કરાવશે . તેમજ કથા દરમયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે . યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન … ગાઈને કરવામાં આવશે . તેમજ પૂર્ણાહૂતિમાં વંદે માતરમ ગીત ગાવામાં આવશે.

મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ઓર્ગન ડોનેશન શપથ કેમ્પ યોજાશે

હનુમાન ચાલીસા યુવા કથામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આ ઉપરાંત ઓર્ગન ડોનેશન શપથ, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ જરૂરીયાતમંદ 500 દીકરીઓના બેંક ખાતામાં 251 જેટલી રકમ જમા કરાવાશે.  વૃક્ષારોપણ કેમ્પ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિશે સમાજ આપવામાં આવશે. સૈનિક વેલ્ફેર (ડોનેશન) કેમ્પ, શૈક્ષણિક સેમિનાર અને શિક્ષણ ઉપયોગી કાર્યો કરવામાં આવશે.

કથા શ્રવણ કરવા આવતા ભક્તોને દરરોજ ફોટો અને પ્રસાદી

હનુમાન ચાલીસા યુવા કથામાં દરરોજ 35 હજાર કરતા પણ વધારે શ્રોતાગણો પધારવાના છે. ત્યારે શ્રોતાગણો તથા તેમના સ્વજનોને દરરોજ 14 * 20 ઈંચની હફનુમાનજીનો ફોટો, ભાવાર્થ સાથેની હનુમાન ચાલીસા તેમજ પ્રસાદ આપવામાં આવશે . કથાના દિવસો દરમયાન આવનારા તમામ શ્રોતાગણોને આ આપવામાં આવશે.

હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી: અન્નકુટ મહોત્સવ

જ્યારે સમગ્ર વિશ્વ તા . 31 મી ડિસેમ્બર અને શનિવારના રોજ નવાવર્ષની ઉજવણી કરી રહ્યું હશે . ત્યારે રાજકોટમાં ચાલતી  હનુમાન ચાલીસા યુવા કથામાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે . જેમાં 51 કિલોની દાદાને કેક ધરવામાં આવશે . આ ઉપરાંત સમગ્ર સભામંડપને ફુલો અને ફુગ્ગાથી સજાવવામાં વશે . 108 કિલો પૂષ્પોની વર્ષાથી  હનુમાનજી મહારાજ , સંતો અને ભક્તોને વધાવશે . આ ઉપરાંત દાદાને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવશે .

ફવ્યાસપીઠે સાળંગપુર ધામના  હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાગણોને કથાનું રસપાન કરાવશે . તેમજ કથા દરમયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે . યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન … ગાઈને કરવામાં આવશે . તેમજ પૂર્ણાહૂતિમાં વંદે માતરમ ગીત ગાવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.