Abtak Media Google News

મહાન ગાયક રફીની જન્મજયંતિ નિમિતે

યાદગાર ગઝલો, રોમેન્ટીક ડયુએટ્સ તથા મો. રફીના અવિસ્મરણીય ગીતો થશે રજૂ: આયોજકો અબતકના આંગણે

મહાન ગાયક મો.રફીના ૯૫ (૨૪/૧૨/૨૪)મા જન્મદિવસ નિમિત્તે અહીંના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં ડો.અર્પિત ડેલીવાલાનો મેગા મ્યુઝીકલ શો રજૂ થશે. ફકત મો.રફીના ગીતો જેમ કે યાદગાર ગઝલો, રોમેટીક ડયુએટસ (યુગલ ગીતો) તથા મો.રફીના અવિસ્મિર્ણીય અમર ગીતો ડો. અર્પિત ડેલીવાલા તથા ડો. દિલીપ ડેલીવાલા રજૂ કરશે તેમને યુગલ ગીતોમાં કાજલ કાથરેચા સાથ આપશે.આ કાર્યક્રમની વિશેષતા એ છે કે મો.રફીના તદન અલગ પ્રકારના અનોખા ગીતો જે રાજકોટના ડેલીવાલા પરિવારના એક પણ કાર્યક્રમમાં ન ગવાયેલા હોય તેવા ગીતોની મજેદાર સ્ક્રીપ્ટ આ કાર્યક્રમમાં રજૂ થશે.

Advertisement

૨૦૧૩ થી ૨૦૧૪ના એક વર્ષ દરમિયાન રફી સાહેબના ૩૬૫ ગીતો ગાઈને પોતાની વેબસાઈટ પર મૂકીને અનોખી શ્રધ્ધાંજલી અર્પિત કરનાર ડો. દિલીપભાઈ ડેલીવાલા તથા તેમનો પરિવાર મો.રફીના સાચા અર્થમાં ચાહક છે. ડો.અર્પિત ડેલીવાલા સ્ટર્લીંગ હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર છે. છેલ્લા ૫ વર્ષથી દેશના અલગ અલગ શહેરમા જેમકે મુંબઈ. દિલ્હી, કાશ્મીર, મા.આબુ, જયપુર, ઈન્દોર વગેરેમાં પ્રોગ્રામ આપીને વોઈસ ઓફ રફી તરીકે પ્રખ્યાત થયેલા છે. વધુ વિગત માટે મો. ૮૮૬૬૦૩૪૮૩૭ સંપર્ક કરવો કાર્યક્રમની સફળતા માટે ડો. અર્પિત ડેલીવાલા તથા કાજલ કાથરેચાએ નઅબતકથની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.