Abtak Media Google News

ઓખા લોહાણા મહાજનવાડી ખાતે છેલ્લા છ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન રઘુવંશી સેવા સમિતિ અને ઓખા લોહાણા મહાજન દ્વારા કરવામાં આવે છે. આ સાલ પણ નવરાત્રી મહોત્સવનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. રોજબરોજ સંગીતનાં સથવારે અવનવા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે મોટી સંખ્યામાં મહિલા ખેલૈયાઓ અવનવા વેશભુષા ધારણ કરી ગરબાનાં કામણ પાથરી રહ્યા છે.

ખાસ કરીને સમાજનાં પ્રતિષ્ઠીત આગેવાનો અને તેમની ટીમ દ્વારા યોજવામાં આવતી આ નવરાત્રી દરમ્યાન દરરોજ રમવા આવતા ખેલૈયાઓ અને આમંત્રિત મહેમાનોને નાસ્તા, ચા, પાણી તથા આઈસ્ક્રીમ આપવામાં આવે છે અને દરરોજ ઈનામોની લહાણી કરવામાં આવે છે. આ નવરાત્રીને સફળ બનાવવા સમાજનાં અગ્રણીય મોહનભાઈ બારાઈ, જગુભાઈ સામાણી, નિલેશભાઈ પંચમતીયા, રાજુભાઈ કોટક, રમેશભાઈ સામાણી, બીરજુભાઈ બારાઈ, કમલેશભાઈ થોભાણી, રોહિતભાઈ ગોકાણી, અમરભાઈ ગાંધી, જીગરભાઈ વિઠલાણી, કેતનભાઈ ધોકાઈ, સુનીલભાઈ ધોકાઈ, કેતનભાઈ બારાઈ વગેરે રઘુવંશી સમાજનાં સૌ સભ્યો ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.