Abtak Media Google News

મેડ મ્યુઝિકનાં સથવારે વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

નવરાત્રીન બીજા દિવસે રઘુવંશી ખેલૈયાઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સેલીબ્રેશન પાર્ટી પ્લોટ કાલાવાડ રોડ ખાતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાંરાત પડીને સૂરજ ઉગ્યો હતો. મેડ મ્યુઝિકના સથવારે રઘુવંશી ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મહત્વનું છે કે પ્રથમ નોરતું વરસાદના લીધે ધોવાઈ ગયું હતુ જયારે બીજા દિવસે મેઘરાજાએ વિરામ લેતા ખેલૈયાઓમાં હાશકારો જોવા મળ્યો હતો. નવરાત્રીમાં પ્રાચીન અર્વાચીન ગરબામાં નવા નવા સ્ટેપ્સ પર રઘુવંશી ખેલૈયાઓએ વેલડ્રેસ પહેરી ધૂમ મચાવી હતી. યુવા હૈયું છેલ્લા બે માસથી રાસ ગરબા કલાસીસમા અવનવા સ્ટેપ શીખવા માટે પરસેવો પાડી રહ્યું હતુ જયારે રાસોત્સવમાં રમવાનો મોકો મળતા યુવાનોએ તક ઝડપી રમઝટ બોલાવી હતી. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ભરત મહેતાનું મેડ મ્યુઝીક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમજ લવલી ઠકકર સુમધુર સ્વર સથવારે ખેલૈયાઓને તન, મનથી થીરાકવ્યા હતા વિશાળ ગ્રાઉન્ડ અતિ આધુનિક ડેકોરેટીવ લાઈટીંગ ઈફેકટ ખેલૈયાઓને જ નહી પણ દર્શકોના હૈયાઓને પણ હીલોળે ચડાવ્યા હતા.

Raghuvanshi-Rasotsavs-Khelaiya-Keep-On-Mind-As-The-Rain-Breaks
raghuvanshi-rasotsavs-khelaiya-keep-on-mind-as-the-rain-breaks

આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા. ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્ર્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબીયા, વિપુલ મણિયાર, મયુર અનડકટ તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પુજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમિટી સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન વિઠલાણી કૃણાલ ચોલેરા, કેજશ વિઠલાણી કાનાભાર સોનછાત્રા,નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાની સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.