Abtak Media Google News

લોકસભાના સચિવાલય દ્વારા નોટીફીકેશન જાહેર: આજે રાહુલ સંસદમાં હાજરી આપશે

મોદી સરનેમ અંગે ટીપ્પણી કરવાના કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને કસુરવાર ઠેરવવામાં આવ્યા હતા. અને  બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેના કારણે તેઓનું લોકસભાનાં સભ્ય પદે ગેરલાયક ઠર્યા હતા.  દરમિયાન સુપ્રીમ કોર્ટે સજા સામે સ્ટે આપ્યા બાદ લોકસભાના  સચિવાલય દ્વારા તેઓનું સંસદસભ્ય પદ પૂન: સ્થાપિત કરવામાં આવ્યું છે. આજે નોટિફીકેશન પ્રસિધ્ધ થતાની સાથે જ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં ખૂશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાહુલ ગાંધીએ લોકસભામાં પણ હાજરી આપી હતી.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યા હતા દરમિયાન મોદી અટક અંગે ટિપ્પણી  મામલે તેઓને અદાલત દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવતા  સંસદ સભ્ય પદે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

સજા સામે  તેઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં સજા સામે સ્ટે આપવામાં આવ્યો છે. દરમિયાન આજે તેઓનું લોકસભાનું સભ્યપદ પૂન: સ્થાપિત કરવામાં આવ્યું છે. આઅંગે નોટીફીકેશન પ્રસિધ્ધ કરી દેવામાં  આવ્યું છે. આજે તેઓએ લોકસભામાં હાજરી આપી હતી. આ નિર્ણયથી દેશભરમાં  કોંગ્રેસના  કાર્યકરોમાં  ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.