Abtak Media Google News

અબતક,રાજકોટ

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) રિજનલ ઓફીસ, અમદાવાદ દ્વારા  રામ જન્મભૂમિ અયોધ્યા માટે ગુજરાતથી બે ટુર રામપથ યાત્રા ટુરિસ્ટ ટ્રેન અને રામાયણ યાત્રા ટુરિસ્ટ ટ્રેનનું આયોજન કરેલ છે.

જે મુજબ રામપથ યાત્રા 25 ડીસેમ્બર 2021ના રોજ સાબરમતી સ્ટેશનથી રવાના થશે. જેના દર્શનના સ્થળોમાં  અયોધ્યા, નંદીગ્રામ, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકુટ રહેશે. જેની ટીકીટ  સ્ટાંડર્ડ કલાસના રૂ.7560 તથા કમ્ફોર્ટ કલાસના રૂ.12600 રહેશે. તેમજ રામાયણ યાત્રા ટ્રેન પણ તા.22 ફેબ્રુઆરી 2022ના રોજ  સાબરમતી સ્ટેશનથી ઉપડશે જેમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતાસમાધી સ્થળ, સીતામઢી, પ્રયાગરાજ ચિત્રકુટ, શ્રીગાવપુર, નાશિક, હમ્પી તથા રામેશ્ર્વરમ્ના દર્શન કરાવવામા આવશે. જેની સ્ટાંડર્ડ કલાસ ટીકીટ રૂ.16065 રાખવામાં આવી છે. તેમ ભારતીય  રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન અમદાવાદના રિજનલ  મેનેજર વાયુનંદન શુકલાએ જણાવ્યું હતુ.

રામપથ યાત્રામાં અયોધ્યા, નંદીગામ, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકુટ તેમજ રામાયણ યાત્રામાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર,  સીતાસમાધિ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકુટ, શ્રીગાંવપુર, નાશિક, હમ્પી તથા રામેશ્ર્વરમ્ના દર્શન

આ પેકેજ માં ટ્રેન ટિકિટ , ભોજન (ચા – નાસ્તો , લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન સાબરમતીથી નીકળી સાબરમતી પરત ફરશે.વધુ માહિતી માટ WWW.IRCTCTOURISM.COM પર લોગ ઇન કરો અથવા 079-26582675, 8287931718, 8287931634,  9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક  કરવા તેમજ  આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

વાયુનંદન શુક્લાએ  જણાવ્યું હતુ કે મુસાફરોએ ” કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમા”  ભાગ લેવો જોઈએ અને વહેલી તકે બે ડોઝ રસીકરણના કરાવવા જરૂરી છે અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે , ” આરોગ્ય – સેતુ ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે . ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે . જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કંપાર્ટમેન્ટની પણ વ્યવસ્થા રહેશે . મુસાફરોને સુખદ મુસાફરી માટે IRCTC ને સહકાર આપવા  પણ અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.