Abtak Media Google News

ચોરની વાદે ચણા ઉપાડવા

એરપોર્ટ માફક રેલવે સ્ટેશનો સીલ કરાશે: ચેકિંગ અને સુરક્ષા વધારવા રૂ.૩૮૫ કરોડના ખર્ચે આઈએસએસ યોજના

ભારતમાં પરિવહન અને રોજગારીના સૌથી મોટા માધ્યમ રેલવેની શકલ બદલવા દેશના ૨૦૦ રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવી ઈન્ટિગ્રેટેડ સિકયોરીટી સિસ્ટમથી સજજ કરાશે. રેલ મુસાફરીને લઈ કેટલાક રેલવે સ્ટેશનોમાં પહેલાથી જ અકસ્માત, ટીકીટ, સ્ટેશનો ઉપર ભીડ જેવી સમસ્યાઓ છે. હવે રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવવાથી રેલવેનો ચોરની વાદે ચણા ઉપાડવા જેવો ઘાટ સર્જાયો છે. ૩૮૫ કરોડના ખર્ચે થનાર પરિવર્તનો ફલોપ જવાની શકયતાઓ એટલા માટે વધે છે કારણકે રેલવેએ લોકોને ૧૫ થી ૨૦ મિનિટ અગાઉ જ સ્ટેશન ઉપર પહોંચવાનું રહેશે અને દર ૭ પેસેન્જરમાંથી એકને સુરક્ષાના માપદંડો અનુસાર તપાસણી કરવામાં આવશે. જો એરપોર્ટની જેમ લગેજ સ્કેનીંગ, ફરજીયાત બનાવાય તો દેશના ચોથા ભાગના પોલીસને રેલવે સ્ટેશનોની સુરક્ષા માટે જ તૈનાત કરવા પડે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી સાથેની સુરક્ષા માટે કુંભમેળાને ધ્યાનમાં લઈ ચાલુ મહિનામાં અલ્હાબાદ સ્ટેશન અને કર્ણાટકમાં હુખળી રેલવે સ્ટેશનમાં આ સિસ્ટમની અમલવારી કરવામાં આવી રહી છે. હવે પછીના ૨૦૨ રેલવે સ્ટેશનો ખાતે પણ અમલવારી કરવામાં આવશે. રેલવે સુરક્ષા દળના વડા અરૂણ કુમારે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનોને સીલ કરાશે.

કેટલીક જગ્યાએ કાયમી ધોરણે બાઉન્ટ્રી બનાવાશે અને આરપીએફના જવાનો તૈનાત કરાવશે. મુસાફરો સુરક્ષા ચેકના કારણે ટ્રેન ચુકી ન જાય માટે ૧૫ થી ૨૦ મિનિટ પહેલા મુસાફરોએ આવવાનું રહેશે અને ટેકનોલોજીના ઉપયોગથી માનવબળ ઘટાડાશે. આ ઈન્ટીગ્રેટેડ સિકયોરીટી સિસ્ટમ પાછળ રેલવે રૂ.૩૮૫ કરોડનો ખર્ચ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.