Abtak Media Google News

આવી દવાઓના ઉત્પાદકો માટે ખાસ લાયસન્સ લાવવા માટેની કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની તૈયારી

દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુબજ ઓછા જોવા મળતા રોગોની કિંમત દવાઓને ભાવ નિયંત્રણમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જે માટે ફાર્માસ્યુટીકલ વિભાગે આવી દવાઓને ભાવ નિયંત્રણમાંથી આવી દવાઓને છુટકારો બનાવવાની યોજના બનાવી છે જે માટે ૩ જાન્યુઆરીએ મળેલી બેઠકમાં ભાવ નિશ્ચિત કરવા અને ફરજીયાત લાયસન્સ આપવાની ચર્ચા કરવામાં આવી હતી જે બાદ ડીઓપી દ્વારા દવા નિયંત્રણ કાયદામાં ફેરફારો કરવાની સુચના આપતા હુકમો ફેર કરવામાં આવ્યા છે અને કેટલીક પેટન્ટ અને અતિ જરૂરી દવાઓમાંથી ભાવ કેપ્સને દૂર કર્યા છે.

Advertisement

હકિકતમાં આ બેઠક પહેલા આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને ઔદ્યોગીક નીતિ અને પ્રમોશન વિભાગને લેખિતમાં જણાવ્યું હતું કે, ફરજિયાત લાયસન્સ હેઠળ દુર્લભ રોગોની સારવાર માટે દવાઓ લાવવાની સંભવતાનું સંશોધન કરવું જેની દર્દીઓને તેમની કિંમત સસ્તી થાય છે. સીઓઆઈએ આ અંગે શનિવારે જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે આવી દુર્લભ રોગોની દવાઓના ઉંચા ભાવો અંગે ફાર્મા સેક્રેટરી જયપ્રિય પ્રકાશ સાથેની વાતચીત દરમ્યાન આ અંગે અસમર્થતાના મુદ્દા અંગે પણ સમાન ચિંતા ઉભી કરી છે. આમ હોવા છતાં ફાર્માસ્યુટીકલ વિભાગ ખાનગી ક્ધટ્રોલમાંથી પેટન્ટ અને ઓરફાન દવાઓ મુકત કરવા માંગે છે.

આ નિર્ણય સરકારના વિવિધ હથિયારો વચ્ચેની ઉંડી તકરાર દર્શાવે છે. આરોગ્ય મંત્રાલય લોકોના સ્વાસ્થ્યની સલામતી અને ડીઓપીની મુજબ નકકી કરે છે જે કિંમતની દેખરેખ રાખે છે. ગંભીર નકારાત્મક અસરને લીધે આ નિર્ણયની ઉચ્ચ કિંમતી દવાઓની પ્રાપ્યતામાં ઘટાડો થશે એમ ઓલ ઈન્ડિયા ડ્રગ એકશન નેટવર્કના સહ કન્વીનર માલિની એસોલાએ જણાવ્યું હતું. ફરજિયાત લાયસન્સ ભારતીય પેટન્ટ એકટ હેઠળ એક જોગવાઈ છે જે સરકારને જાહેરહિતમાં સસ્તી દવાઓ ઉત્પન્ન કરવા માટે સામાન્ય ડ્રગ ઉત્પાદકોને આદેશ કરવાની મંજુરી આપે છે. તેમણે ઉત્પાદન પર પેટન્ટ માન્ય છે. ભારતમાં કેન્સરની દવા માટે અત્યાર સુધી માત્ર એક ફરજિયાત લાયસન્સ જારી કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.