Abtak Media Google News

સાંસદ પરિમલ નથવાણીના રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્ર્નમાં જાણકારી અપાઇ: ગીર સિંહો માટે સંરક્ષિત હોવાથી મીટર ગેજ રાખવાનું નકકી કરાયું

કેન્દ્રસર કારે આજે પુન:ખાતરી આપી છેકે ગીરજંગલમાંથી પસાર થતા રેલવેટ્રેકનું ગેજપરિવર્તન કરવામાં આવશે નહીં. સરકારે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં સમાવિષ્ટ વેરવળ-તાલાળા-વિસાવદર ગેજ પરિવર્તન યોજનામાં તાલાળા-વિસાવદર મીટર ગેજનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આયોજના ગીરસંરક્ષિત જંગલવિસ્તાર માંથી પસાર થતી હોવાથી જંગલ સંબંધિતમુદ્દાઓના કારણે તેને મીટર ગેજતરીકે જ રાખવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી  પિયુષ ગોયલ દ્વારા સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી ૧૩ માર્ચના રોજ રાજ્યસભામાં રજૂ થયેલા નિવેદનમાં આપવામાં આવી હતી.

6.Saturday 1 1

રેલવે દ્વારા ગીરના સિંહો જેવા લુપ્ત પ્રાય પ્રાણીઓના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમકે, ગીરના જંગલમાં આવેલા તાલાળા-વેરાવળ સ્ટેશનો વચ્ચેટ્રેનની ગતિ ૫૦ કિલો મીટરપ્રતિ કલાકથી ઘટાડીને ૩૦કિ.મી. કરવામાં આવીછે જેથી જંગલના પ્રાણીઓ જ્યારે ટ્રેક પરથી પસાર થાય ત્યારે ટ્રેનને થોભાવી શકાય. એ ઉપરાંત વનવિભાગ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને રેલવે ટ્રેક નજીક સિંહોના આવાગમન અંગે જાણકારી મેળવીને ટ્રેનોનું ગતિ નિયંત્રણ રાખી શકાય અને એન્જિન ડ્રાઇવરોઆ મુદ્દાઓ પ્રત્યે વધુજાગૃત અને સચેતબને તે માટે જાણકારી આપી શકાય.

નથવાણીએ રાજ્યસભામાં એવી પૃચ્છા કરી હતી કે તાલાળા અને વિસાવદર વચ્ચેના ૭૨ કિલોમીટરના ગીર જંગલ માંથી પસાર થતા ટ્રેકના ગેજ પરિવર્તનના કારણે એશિયાઈ સિંહો પર કોઈ જોખમ ઊભું થશે કે કેમ? ઉપરાંત ગીરના સિંહો અને સમૃદ્ધ વન્યજી વસૃષ્ટિને ધ્યાનમાં રાખીને સરકાર આ મીટર ગેજ રેલવે લાઇનને હેરિટેજ રેલવે લાઇન તરીકે જાળવવા માગે છેકે કેમ? ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓના રેલવે ટ્રેક પર થતાં મૃત્યુને અટકાવવા માટે રેલવે દ્વારા લેવાયેલા પગલાં અંગે તેમણે પણ પૃચ્છા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.