Abtak Media Google News

શનિવારે બપોરના સમયે રાજકોટના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વાતાવરણમાં અચાનક પલ્ટો થતા વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. અચાનક આવેલા વરસાદના કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજરોજ સવારના સમયે તોફાની પવન વરસાદ પડ્યો હતો. જોકે, આજે સવારે આકાશ સાફ હતું. પરંતુ જોતજોતામાં વરસાદ તૂટી પડ્યો હતો.બીજી તરફ યુવાન હૈયાઓનો મનગમતો તહેવાર નવરાત્રીના આડે ગણતરીના દિવસો છે ત્યારે અચાનક આવી જતા વરસાદના પગલે ખેલૈયાઓને પણ એક પ્રકારની ચિંતા સતાવી રહી છે. જ્યારે ગરબાના આયોજકો પણ વરસાદને લઇને ભારે ચિંતામાં હોય એમ કહેવું ખોટું નથી.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.