Abtak Media Google News

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં સવારથીજ  વરસાદી વાતાવરણ  છે ત્યારે રાજકોટમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

ગઈકાલે રાતથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગાંધીનગર સહિત 6 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. મહેસાણામાં ચાર ઈંચ અને વિજાપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોની વાત કરીએ તો, હિંમતનગર 79 મીમી, ઈડર 19 મીમી, ખેડબ્રહ્મા 0 મીમી, પોશીના 16 મીમી, પ્રાંતિજ 60 મીમી, તલોદ 96 મીમી, વડાલી 8 મીમી અને વિજયનગરમાં 50 મીમી વરસાદ ખાબક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.