Abtak Media Google News

નર્મદાની એનસી-૩૨ લાઈનમાં રીપેરીંગની કામગીરી સબબ રાજકોટને અનિયમિત નર્મદાના નીર મળશે

નર્મદાની એનસી-૩૨ લાઈન પર મેઈન્ટેનસ થતા રીપેરીંગની કામગીરી હાથ ધરવાની હોય રાજકોટને અપુરતા અને અનિયમિત નર્મદાના નીર મળે તેવી સંભાવના હોવાના કારણે આગામી ૧૨મી સપ્ટેમ્બર સુધીમાં રૈયાધાર અને બેડી ઝોનના પાંચ વોર્ડમાં મોડુ પાણી વિતરણ કરવામાં આવશે.

શહેરને નર્મદાનું પાણી પુરુ પાડતા જીડબલ્યુઆઈએલના મુખ્ય સ્ટેશન એન.સી.૩૨ ખાતે મેઈન્ટેનન્સ અને રીપેરીંગની કામગીરી સબબ સટડાઉન લેવામાં આવ્યું છે. જેના કારણે શહેરના ન્યારા હેડ વર્કસ તથા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર નર્મદા પાઈપલાઈનથી મળતો પાણી પુરવઠો અપુરતો અને અનિયમિત મળવાની સંભાવના હોય આજથી ૧૨મી સુધી રૈયાધાર ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૧,૨,૯ અને ૧૦ જયારે બેડી ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૪માં પાણી વિતરણ મોડુ થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.