Abtak Media Google News

મેચમાં વરસાદ આવતા દિલ્હીને ૬ ઓવરમાં ૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો

વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી ડેયરડેવિલ્સની ટીમે ૧૦ રનથી હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમને ૬ ઓવરમાં ૭૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દિલ્હીની ટીમે ૬ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૬૦ રન જ બનાવી શકી.

દિલ્હીની આઇપીએલમાં આ સિઝનની આ સતત બીજી હાર છે. આ અગાઉ પંજાબે ઇલેવન સામે તેનો પરાજય થયોહતો. ૭૧ રનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને રાજસ્થાન રોયલ્સના બોલર્સે સારુ પ્રદર્શન કર્યું જેના કારણે દિલ્હી મેચ જીતી શકી નહીં.

રહાણે આ મેચ જીતવા માટે એક સ્પિનર અને ૩ ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યો હતો. આ મેચમાં ૨૨ બોલમાં ૩૭ રનનું યોગદાન કરનાર સંજૂ સેમસનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે મેક્સવેલ અને મનરો સાથે ઓપનિંગની શરૂઆત કરી હતી. પરંતુ દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ બોલમાં જ મનરો રન આઉટ થયો.

વરસાદના કારણે મેચ બંધ રહી તે પહેલા રાજસ્થાને ૧૭.૫ ઓવરામં ૫ વિકેટના નુકસાન પર ૧૫૩ રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ પડતાં મેચ રોકી દેવામાં આવી હતી. વરસાદના કારણે રોકવામાં આવેલી મેચમાં સમય વેડફાઇ જતાં રાજસ્થાનની ઇનિંગ્સ ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવી અને દિલ્હીને ડીએલએસ નિયમ હેઠળ ૭૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.