Abtak Media Google News

રાજમાર્ગો પર નડતરરૂપ 13 રેકડી કેબીન જપ્ત કરાય

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક  સપ્તાહમાં  ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જેમ કે, રસ્તા પર નડતર 13 રેંકડી-કેબીનો મવડી મેઈન રોડ પટેલ ક્ન્યાત છાત્રાલય, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક,ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ , કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય 93 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, 107 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.1,35,000/- વહીવટી ચાર્જ   રેલનગર ઢેબર રોડ  ,ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.1,35,060/- મંડપ ચાર્જ જે  રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને  513 બોર્ડ-બેનરો જે  ઢેબર રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, યુનિ. સિટી  રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.