Abtak Media Google News
  • ભાજપના સાહસ સામે બીજા રાજકારણીઓએ પણ કાન પકડ્યા, ચાલુ મંત્રીઓની ટિકિટ ઉપર કાતર ફેરવવાની હિંમત ભાજપ જ કરી શકે
  • રાજેન્દ્ર ત્રિવેદી, અર્જુનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, મનીષા વકીલ, નિમિષા સુથાર, કુબેર દીનોર, કિરીટસિંહ વાઘેલા અને આર.સી. મકવાણાને ટિકિટ ન અપાઈ

નબળા પરફોર્મન્સને કારણે 8 મંત્રીઓને ભાજપે આઉટ કરી દીધા છે. ત્યારે ભાજપના સાહસ સામે બીજા રાજકારણીઓએ પણ કાન પકડી રહ્યા છે કારણકે ચાલુ મંત્રીઓની ટીકીટ ઉપર કાતર ફેરવવાની હિંમત ભાજપ જ કરી શકે. ભાજપ દ્વારા આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement

આ ઉપરાંત અનેક મંત્રીઓની પણ ટીકીટ કાપી નાખવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. ભાજપે આજે 8 મંત્રીઓની ટીકીટ ઉપર કાતર ફેરવી તેઓને આઉટ કરી દીધા છે.

રમત ગમત યાત્રાધામ વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંપત્તિ વ્યવસ્થાપન વિભાગના અર્જુનસિંહ ચૌહાણ, ગ્રામ્ય વિકાસ અને પંચાયત વિભાગના બ્રિજેશભાઈ મેરજા, મહિલા અને બાળ વિકાસના મનીષાબેન વકીલ, આરોગ્ય અને કલ્યાણ વિભાગના નિમિષાબેન સુથાર, વિધાનસભા અને સંસદીય બાબત વિભાગના કુબેરભાઈ દીનોર, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કિરીટસિંહ વાઘેલા, સામાજિક ન્યાય વિભાગના આર.સી. મકવાણાને ભાજપે ટીકીટ આપી નથી.

ચાલુ મંત્રીઓને ટીકીટ ન આપવાના સાહસ બદલ અન્ય રાજકારણીઓ પણ ભાજપ સામે કાન પકડી રહ્યા છે કારણકે કદાવર નેતાઓને ટીકીટ ન આપવાની હિંમત તો ભાજપ જ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.